એશિયન ગેમ્સ 2023 : ભાલા ફેંક ખેલાડી અન્નૂ રાનીનો સર્વશ્રેષ્ઠ થ્રો, ભારતને અપાવ્યો 15મો ગોલ્ડ મેડલ

હેંગઝોઉમા એશિયાઈ રમતોની ફાઈનલમાં ભારતને 15મો સુવર્ણ ચંદ્રક જીતાડવા તેણે સર્વશ્રેષ્ઠ થ્રો બનાવ્યો

અન્નુએ 62.92 મીટરને સ્પર્શ કર્યો હતો

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
એશિયન ગેમ્સ 2023 : ભાલા ફેંક ખેલાડી અન્નૂ રાનીનો સર્વશ્રેષ્ઠ થ્રો, ભારતને અપાવ્યો 15મો ગોલ્ડ મેડલ 1 - image
add caption

હેંગઝોઉ, તા. 3 ઓક્ટોબર 2023, મંગળવાર

asian games: ભારતીય મહિલા ભાલા ફેક ખેલાડી(Indian women javelin thrower) અન્નૂ રાની (annu rani)એ પોતાની સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો સાથે આજે મંગળવારના રોજ ચાલી રહેલા હેંગઝોઉમા એશિયાઈ રમતોની ફાઈનલમાં ભારતને 15મો સુવર્ણ ચંદ્રક (india 15th gold)જીતાડવા તેણે સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો (Best throw ever) બનાવ્યો. 

સાંજનો આ સર્વશ્રેષ્ઠ થ્રો તેણે ચોથા પ્રયાસે સફળતા મેળવી

અન્નૂએ ભાલાને 62.92 મીટરને સ્પર્શ કર્યો હતો.  જે આ સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો, અને ચાર્ટમાં મોખરે રહી છે,  દેશને હાલની એશિયાઈ રમતોમાં 15મો સ્વર્ણ પદક અપાવ્યો હતો. સાંજનો આ સર્વશ્રેષ્ઠ થ્રો તેણે ચોથા પ્રયાસે સફળતા મેળવી હતી.

ચીનની હુઈહુઈ લ્યુએ 61.29 મીટર સાથે થ્રો સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યું

શ્રીલંકાની ભાલા ફેકમાં અથલીટ નદીશા દિલહાને 61.57 મીટરમાં પોતાની વ્યક્તિગત થ્રોની સાથે બીજો નંબર મેળવ્યો હતો. જ્યારે ચીનની હુઈહુઈ લ્યુએ 61.29 મીટર સાથે થ્રો સાથે બ્રોન્ઝ મેડલ  મેળવ્યુ હતું. 

  એશિયન ગેમ્સ 2023 : ભાલા ફેંક ખેલાડી અન્નૂ રાનીનો સર્વશ્રેષ્ઠ થ્રો, ભારતને અપાવ્યો 15મો ગોલ્ડ મેડલ 2 - image


Google NewsGoogle News