Asian Games 2023 : વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ જીત્યો, ભારતના ખાતામાં કુલ 63 મેડલ

વિથ્યાએ 55.68 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ જીત્યો, ભારતના ખાતામાં કુલ 63 મેડલ 1 - image
Image:Twitter

Asian Games 2023 : ચીનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2023માં ભારત ઈતિહાસ રચી રહ્યું છે. વિથ્યા રામરાજે ભારત(Vithya Ramraj Wins Bronze Medal)ને વધુ એક મેડલ અપાવ્યો છે. ભારતના ખાતામાં એશિયન ગેમ્સ 2023ના 10માં દિવસે ત્રીજો બ્રોન્ઝ મેડલ આવી ગયો છે. આ બ્રોન્ઝ વિથ્યાએ 400 મીટર હર્ડલ રેસમાં જીત્યો છે.

ભારતને 10માં દિવસે મળ્યો ત્રીજો બ્રોન્ઝ

વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ રેસમાં ભારતને 63મો મેડલ અપાવ્યો હતો. વિથ્યાએ 55.68 સેકન્ડના સમય સાથે ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. બહેરીનની અદેકોયાએ 54.45 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સનો આ એક નવો રેકોર્ડ પણ છે. આ ઉપરાંત ચીનની જિયાદી મોએ 55.01 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત પાસે હવે 63 મેડલ છે, જેમાં 13 ગોલ્ડ મેડલ, 24 સિલ્વર મેડલ અને 26 બ્રોન્ઝ મેડલ સામેલ છે. 

Asian Games 2023 : ડેબ્યૂ મેચમાં ભાવુક થઇ રડવા લાગ્યો સાઈ કિશોર, બનાવ્યો ખાસ રેકોર્ડ

  Asian Games 2023 : વિથ્યા રામરાજે 400 મીટર હર્ડલ્સમાં બ્રોન્ઝ જીત્યો, ભારતના ખાતામાં કુલ 63 મેડલ 2 - image


Google NewsGoogle News