Asian Games 2023: ભારત આજથી કરશે અભિયાનની શરૂઆત, ફૂટબોલ અને વોલીબોલ ઇવેન્ટમાં લેશે ભાગ

વર્ષ 2018માં ભારતે એશિયન ગેમ્સમાં કુલ 70 મેડલ જીત્ય હતા

મેન્સ ફૂટબોલ ઇવેન્ટમાં ભારતીય ટીમ ચીન સાથે આજે સાંજે 5:00 વાગ્યે ટકરાશે

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
Asian Games 2023: ભારત આજથી કરશે અભિયાનની શરૂઆત, ફૂટબોલ અને વોલીબોલ ઇવેન્ટમાં લેશે ભાગ 1 - image
Image:Twitter

ચીનના હાંગઝોઉં શહેરમાં 23 સેપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી એશિયન ગેમ્સ 2023 યોજાશે. એશિયન ગેમ્સ 2023માં કેટલીક ઈવેન્ટ્સની શરૂઆત આજથી થશે. ભારત તરફથી આ વખતે લગભગ 655 એથ્લીટ 40થી વધુ રમતોમાં ભાગ લેવા માટે ચીન પહોંચી ચુક્યા છે. જેમાં આજે ભારત 2 ઈવેન્ટ્સમાં ભાગ લઈને પોતાના અભિયાનની શરૂઆત કરશે. એક ઇવેન્ટ ફૂટબોલમાં થશે જેમાં ભારતીય ટીમની ટક્કર ચીન સાથે થશે. જયારે બીજી ઇવેન્ટ વોલીબોલમાં રમાશે અને ભારતીય મેન્સ ટીમની ટક્કર કમ્બોડિયા સાથે થશે.

2018માં ભારતે 70 મેડલ જીત્યા હતા

એશિયન ગેમ્સમાં ભારતને આ વખતે 100થી વધુ મેડલ મળવાની આશા છે. વર્ષ 2018માં જયારે આ મેગા ઇવેન્ટનું આયોજન થયું હતું ત્યારે ભારતે તેમાં 16 ગોલ્ડ સહિત કુલ 70 મેડલ જીત્યા હતા. ક્રિકેટ ઇવેન્ટમાં પણ આ વખતે ભારતને મેડલ મળવાની ઉમ્મીદ છે.

ચીન સામે 2002માં મળી હતી હાર

ભારતીય મેન્સ ફૂટબોલ ટીમથી પણ બધા લોકોને એશિયન ગેમ્સમાં વધુ સારા પ્રદર્શનની અપેક્ષા છે. જો કે છેલ્લી ઘડીએ ટીમની જાહેરાત થવાથી ખેલાડીઓને તૈયારી માટે વધુ સમય મળ્યો નથી. એશિયન ગેમ્સમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લી મેચ વર્ષ 2002માં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. 


Google NewsGoogle News