Asian Games 2023 : સુતીર્થા-અહિકાએ જીત્યો બ્રોન્ઝ, ભારતને પ્રથમ વખત ટેબલ ટેનિસની મહિલા ડબલ્સમાં મેડલ મળ્યો

સુતીર્થા અને અહિકાનો મુકાબલો સેમિફાઈનલમાં દક્ષિણ કોરિયાની સુયોંગ ચા અને સુગયોંગ પાક સાથે હતો

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : સુતીર્થા-અહિકાએ જીત્યો બ્રોન્ઝ, ભારતને પ્રથમ વખત ટેબલ ટેનિસની મહિલા ડબલ્સમાં મેડલ મળ્યો 1 - image
Image:Twitter

Asian Games 2023 India Won Bronze Medal : ભારતીય એથ્લીટ્સનું એશિયન ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતની મહિલા ટેબલ ટેનિસ ટીમે આજે ઈતિહાસ રચી દીધો છે. ભારતને સુતીર્થા મુખર્જી અને અહિકા મુખર્જીએ પ્રથમ વખત મહિલા ટેબલ ટેનિસ(Bronze Medal In Table Tennis Womens Double)ના ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. સુતીર્થા અને અહિકાને સેમિફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતને ટેબલ ટેનિસમાં પ્રથમ વખત મળ્યો મેડલ 

સુતીર્થા અને અહિકાનો મુકાબલો સેમિફાઈનલમાં દક્ષિણ કોરિયાની સુયોંગ ચા અને સુગયોંગ પાક સાથે હતો. દક્ષિણ કોરિયાની આ જોડીએ ભારતીય જોડીને હરાવી હતી. સુતીર્થા અને અહિકાને 3-4થી હારવા બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. સુતીર્થા અને અહિકાના કારણે ભારતને પહેલીવાર એશિયન ગેમ્સના વુમન્સ ટેબલ ટેનિસની ડબલ્સમાં મેડલ મળ્યો હતો. ભારતને એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસમાં પહેલા પણ મેડલ મળ્યા છે. પરંતુ વુમન્સ ડબલ્સમાં આ પ્રથમ વખત છે જયારે ભારતીય જોડીએ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સ 2018માં પુરુષ ટીમે ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

  Asian Games 2023 : સુતીર્થા-અહિકાએ જીત્યો બ્રોન્ઝ, ભારતને પ્રથમ વખત ટેબલ ટેનિસની મહિલા ડબલ્સમાં મેડલ મળ્યો 2 - image


Google NewsGoogle News