Asian Games 2023 : શૂટિંગ ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત, ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો

ભારત 7 ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેલીમાં ચોથા સ્થાને પહોંચી

ભારતે અત્યાર સુધીમાં કુલ 27 મેડલ જીત્યા

Updated: Sep 29th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : શૂટિંગ ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત, ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો 1 - image


Asian Games 2023 : એશિયન ગેમ્સ 2023માં આજે છઠ્ઠા દિવસે ભારતની શૂટિંગ ટીમે નવો ઈતિહાસ રચતા શૂટિંગ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. શૂટિંગ ટીમે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા વધુ એક (The shooting team bagged another gold medal) ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારત તરફથી ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર ( Aishwary Pratap Singh Tomar), સ્વપ્નિલ કુસલે (Swapnil Kusale), અખિલ શિયોરાએ (Akhil Sheoran) ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 

ભારત 7 ગોલ્ડ સાથે ટેલીમાં ચોથા સ્થાને પહોંચી ગયું

આજે ભારતે વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કરતા 7 ગોલ્ડ મેડલ સાથે હવે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને (India has now come to fourth place in the medal table) પહોંચી ગયું છે. એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધીમાં કુલ 27 મેડલ (total number of medals has now become 27) જીત્યા છે જેમાં સાત ગોલ્ડ, નવ સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આજે એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતને પહેલો મેડલ શૂટિંગમાંથી મળ્યો હતો. ઈશા, પલક અને દિવ્યાની ત્રિપુટીએ 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.



Google NewsGoogle News