Asian Games 2023 : સાત્વિક-ચિરાગે રચ્યો ઈતિહાસ, બેડમિન્ટનમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો

એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતે પ્રથમ વખત 100 મેડલનો આંકડો પાર કર્યો છે

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : સાત્વિક-ચિરાગે રચ્યો ઈતિહાસ, બેડમિન્ટનમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો 1 - image
Image:Twitter

Asian Games 2023 Day 14 : ભારતનું એશિયન ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે એશિયન ગેમ્સ 2023ના 14માં દિવસે ઈતિહાસ રચી દીધો છે. ભારતે પ્રથમ વખત એશિયન ગેમ્સના ઈતિહાસમાં 100 મેડલનો આંકડો પાર કર્યો છે. સાત્વિક-ચિરાગ(Satwik SaiRaj And Chirag Shetty Wins Gold Medal For India)ની જોડીએ બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. એશિયન ગેમ્સમાં ભારતે પ્રથમ વખત બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભારતના ખાતામાં 101 મેડલ

એશિયન ગેમ્સ 2023ના 14માં દિવસની સવારે અદિતિ ગોપીચંદે આર્ચરીના વુમન્સ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે જ્યોતિ સુરેખાએ ગોલ્ડ જીત્યો હતો. આ પછી મેન્સ કમ્પાઉન્ડ ઇવેન્ટની ફાઇનલમાં ઓજસ અને અભિષેકે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. આ પછી ભારતે મહિલા કબડ્ડીમાં ચાઈનીઝ તાઈપેઈને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારતે એશિયન ગેમ્સમાં 101 મેડલ જીત્યા છે. અત્યાર સુધીમાં ભારતે 26 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. રેસલિંગમાં ભારતીય રેસલર દીપક પુનિયાએ ફાઇનલમાં પ્રવેશ કરીને વધુ એક મેડલ નિશ્ચિત કર્યો છે.

Asian Games 2023 : સાત્વિક-ચિરાગે રચ્યો ઈતિહાસ, બેડમિન્ટનમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ અપાવ્યો 2 - image


Google NewsGoogle News