Asian Games 2023 : 43 વર્ષના રોહન બોપન્નાએ રુતુજા ભોસલે સાથે મિક્સ ડબલ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ

રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ એન-શુઓ લિયાંગ અને ત્સુંગ-હાઓ હુઆંગ હરાવ્યા હતા

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : 43 વર્ષના રોહન બોપન્નાએ રુતુજા ભોસલે સાથે મિક્સ ડબલ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ 1 - image

Rohan Bopanna And Rutuja Bhosale Won Gold Medals : ભારતને રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની જોડીએ એશિયન ગેમ્સ 2023(Asian Games 2023 )ના 7માં દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ટેનિસ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં આ ભારતીય જોડીએ ચાઈનીઝ તાઈપેઈની જોડીને 2-1થી હરાવી હતી. આ અગાઉ સરબજોત સિંહ અને દિવ્યા થડીગોલ(Sarabjot And Divya Won Silver Medal)ની જોડી 10 મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.

રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ટેનિસમાં જીત્યો ગોલ્ડ

રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ચાઈનીઝ તાઈપેઈના એન-શુઓ લિયાંગ અને ત્સુંગ-હાઓ હુઆંગ સામે ત્રીજો સેટ ટાઈ-બ્રેકર જીતીને એશિયન ગેમ્સ 2023માં મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ મિક્સ ડબલ્સની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને તાઈપેઈની જોડીને 2-6, 6-3 અને 10-4થી હરાવી હતી. આમ ભારત પાસે કુલ 35 મેડલ છે જેમાં 9 ગોલ્ડ, 13 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News