Asian Games 2023 : પ્રીતિ પંવારે ભારતને અપાવ્યો 62મો મેડલ, બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ, લવલીના પણ ફાઇનલમાં પહોંચી

પ્રથમ રાઉન્ડમાં પાંચમાંથી ચાર જજે ચીનની ખેલાડી ચાંગ યુઆનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : પ્રીતિ પંવારે ભારતને અપાવ્યો 62મો મેડલ, બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ, લવલીના પણ ફાઇનલમાં પહોંચી 1 - image
Image:Twitter

Asian Games 2023 : ભારતીય એથ્લીટ્સ એશિયન ગેમ્સ 2023માં સતત શાનદાર પ્રદર્શન બતાવી રહ્યા છે. એશિયન ગેમ્સના 10માં દિવસે ભારતીય બોક્સર પ્રીતિ પંવારે (Preeti Pawar Wins Boxing Bronze) બ્રોન્ઝ મેડલ જીતી ભારતને 62મો મેડલ અપાવ્યો હતો. જયારે ભારતની સ્ટાર બોક્સર લવલીના બોરગોહેન પણ ફાઈનલ(Lovlina Borgohain Enters Final)માં પહોંચી ગઈ છે. લવલીના પાસેથી ભારતને ગોલ્ડ મેડલની આશા રહેશે.

પ્રીતિ પંવારે ભારતને અપાવ્યો બ્રોન્ઝ મેડલ

ભારતીય બોક્સર પ્રીતિ પંવારને એશિયન ગેમ્સ 2023માં 54 કિલો સેમિફાઈનલ મેચમાં ફ્લાયવેટ ચેમ્પિયન ચીનની ચાંગ યુઆનથી હાર્યા બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. આ સાથે તે પેરિસ ઓલમ્પિક માટે પણ ક્વાલિફાઈ ન કરી શકી હતી. પ્રથમ રાઉન્ડમાં પાંચમાંથી ચાર જજે ચીનની ખેલાડી ચાંગ યુઆનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. બીજા રાઉન્ડમાં પ્રીતિએ તેનો ડિફેન્સ તોડવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે છેલ્લી ત્રણ મિનિટમાં ડિફેન્સિવ રમતા ચીની ખેલાડીએ જીત મેળવી હતી.

લવલીના પેરિસ ઓલમ્પિક માટે ક્વાલિફાઈ

ભારતીય સ્ટાર બોક્સર લવલીના બોરગોહેન મહિલા કેટેગરીમાં 75 કિલો વેઇટની ફાઈનલમાં પહોંચી ગઈ છે. લવલીનાએ થાઈલેન્ડની ખેલાડી બાઇસન સામે 5-0ના અંતરથી જીત મેળવી હતી. આ જીત સાથે જ લવલીનાએ ભારત માટે બ્રોન્ઝ મેડલ પાક્કો કરી દીધો છે. આ ઉપરાંત તે પેરિસ ઓલમ્પિક માટે પણ ક્વાલિફાઈ કરી ગઈ છે.   

  Asian Games 2023 : પ્રીતિ પંવારે ભારતને અપાવ્યો 62મો મેડલ, બોક્સિંગમાં જીત્યો બ્રોન્ઝ, લવલીના પણ ફાઇનલમાં પહોંચી 2 - image


Google NewsGoogle News