Asian Games 2023: ત્રીજા દિવસે ભારતને બે મેડલ મળ્યા, નેહા ઠાકુરે સિલ્વર અને ઈબાદ અલીએ બ્રોન્ઝ જીત્યો
ભારતે બીજા દિવસના અંતે 2 ગોલ્ડ સહિત 11 મેડલ જીત્યા હતા
Neha Thakur Won Silver Medal In Asian Games 2023: એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવી ગયો છે. આ વખતે નેહા ઠાકુરે વુમન્સ સેલિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ભારત માટે એશિયન ગેમ્સમાં 12મો મેડલ છે. ભારતે બીજા દિવસના અંતે 2 ગોલ્ડ સહિત 11 મેડલ જીત્યા હતા. ભારતે એશિયન ગેમ્સ 2023માં પહેલા દિવસે 5 અને બીજા દિવસે 6 મેડલ જીત્યા હતા.
બીજો મેડલ પણ સેલિંગમાં મળ્યો
ભારતને આજે બીજો મેડલ પણ સેલિંગમાં મળ્યો હતો. ઇબાદ અલીએ (Ibad Ali Won Bronze Medal) પુરુષોની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઇબાદ અલી ત્રીજા સ્થાને રહ્યો હતો. આ સાથે જ ભારત પાસે કુલ 13 મેડલ આવી ગયા છે. કોરિયાને ગોલ્ડ મેડલ અને થાઈલેન્ડને સિલ્વર મેડલ મળ્યો હતો. નેહા ઠાકુરે સેલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીતી ભારતનું ત્રીજા દિવસે ખાતું ખોલાવ્યું હતું.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.