ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક સિદ્ધિ, બાંગ્લાદેશને હરાવીને મેડલ ફાઈનલ કર્યું

બાંગ્લાદેશની ટીમ માત્ર 51 રન પર જ આઉટ થઈ ગઈ હતી

ભારત તરફથી સૌથી વધારે વિકેટ પૂજા વસ્ત્રાકરે લીધી હતી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક સિદ્ધિ, બાંગ્લાદેશને હરાવીને મેડલ ફાઈનલ કર્યું 1 - image
Image Twitter 

તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

એશિયન ગેમ્સ (Asian Games 2023) માં ભારતીય મહિલા (India Women) ક્રિકેટ ટીમે પોતાનું મેડલ પાક્કુ કરી લીધુ છે. ભારતીય મહિલા ટીમે સેમીફાઈનલમાં બાંગ્લાદેશ (India Women vs Bangladesh Women)ને 8 વિકેટે હરાવી ફાઈનલમાં પહોચી ગઈ છે.  હવે ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ ગોલ્ડ મેડલમાં મુકાબલો કરશે.

બાંગ્લાદેશની ટીમ માત્ર 51 રન પર જ આઉટ થઈ ગઈ હતી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સેમીફાઈનલમાં ભારતીય મહિલા બોલરોની શાનદાર પરફોર્મન્સ બતાવ્યું હતુ. તેના કારણે બાંગ્લાદેશની ટીમ માત્ર 51 રન પર જ આઉટ થઈ ગયુ હતું. ભારતને જીતવા માટે માત્ર 52 રન કરવાના હતા. ભારતે એક વિકેટ ખોઈ લક્ષ્ય હાસંલ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે એશિયાઈ રમતોમાં ક્રિકેટને 9 વર્ષ બાદ સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા 2010 અને 2014માં એશિયામાં ક્રિકેટ સામેલ હતી. પરંતુ આ બન્ને આયોજનમાં ભારતે પોતાના તરફથી ટીમ કોઈ ટીમ ઉતારી નહોતી. 

ભારત તરફથી સૌથી વધારે  વિકેટ પૂજા વસ્ત્રાકરે લીધી હતી

એશિયન ગેમ્સમાં ક્રિકેટ માટે ભારતનું આ પહેલુ પદક છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય મહિલા બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. અને બાંગ્લાદેશને માત્ર 17.5 ઓવરમાં 51 રન પર આઉટ કરવામાં સફળ રહ્યા હતા. ભારત તરફથી સૌથી વધારે વિકેટ પૂજા વસ્ત્રાકરે હાસિલ કરી હતી. પૂજા વસ્ત્રાકારે  4 વિકેટ લઈ બાંગ્લાદેશની ટીમની ખરાબ હાલત કરી દીધી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News