Get The App

Asian Games 2023: ભારત બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં પહોંચ્યું, પૂજા વસ્ત્રાકરે 4 વિકેટ ઝડપી, સિલ્વર મેડલ પાક્કું

ભારતે બાંગ્લાદેશને 17.5 ઓવરમાં 51 રન પર ઓલઆઉટ કરી દીધું હતું

સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમની ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકરે 4 વિકેટ ઝડપી હતી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
Asian Games 2023: ભારત બાંગ્લાદેશને હરાવી ફાઇનલમાં પહોંચ્યું, પૂજા વસ્ત્રાકરે 4 વિકેટ ઝડપી, સિલ્વર મેડલ પાક્કું 1 - image
Image:Twitter

Asian Games 2023: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમિફાઈનલ મેચમાં બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધું છે. આ સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમની ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકરે 4 વિકેટ ઝડપી હતી. પૂજાની જબરદસ્ત બોલિંગના કારણે ભારતે બાંગ્લાદેશને 17.5 ઓવરમાં 51 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે 8.2 ઓવરમાં 2 વિકેટના નુકસાને જીત મેળવી હતી.

બાંગ્લાદેશે 21 રનમાં ચાર વિકેટ ગુમાવી

બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચની પ્રથમ બોલ પર પૂજાએ ભારતને સફળતા અપાવી હતી. ત્યારબાદ પહેલી ઓવરની 5મી બોલ પર પૂજાને બીજી સફળતા મળી હતી. પાવરપ્લેના અંત સુધીમાં બાંગ્લાદેશે 21 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશની કેપ્ટન નિગર એકમાત્ર બેટર હતી જેણે ડબલ ડીજીટ પાર કર્યો હતો. નિગર પણ આ ઇનિંગને વધારે લંબાવી શકી નહીં અને તેણે માત્ર 12 રન બનાવ્યા હતા. નદીહાએ 9 રનની ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમના બોલર્સની ઘાતક બોલિંગ

ભારતીય ટીમની બોલિંગ એટલી ઘાતક હતી કે બાંગ્લાદેશના બેટર્સે માત્ર 4 બાઉન્ડ્રી ફટકારી હતી. પૂજા સિવાય સંધુએ પણ ખૂબ જબરદસ્ત બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 10 રન આપ્યા હતા. આ દરમિયાન તેને એક વિકેટ પણ મળી હતી. રાજશ્રીએ 3.5 ઓવરમાં 8 રન આપી એક વિકેટ ઝડપી હતી. અમનજોત કૌર અને દેવિકાને પણ એક-એક સફળતા મળી હતી.

ભારત એશિયન ગેમ્સની ફાઈનલમાં પહોંચ્યું

લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી. ભારતે 3.5 ઓવરમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી હતી. તે 12 બોલમાં 7 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ શેફાલીએ જેમિમા સાથે મળીને ભારતની ઇનિંગ સંભાળી હતી. શેફાલી પણ 17 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જેમિમાએ 20 રનની ઇનિંગ રમી ભારતને ફાઈનલમાં સ્થાન અપાવ્યું હતું.   


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News