Asian Games 2023 : ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ 5000 મીટર રેસમાં ગોલ્ડ જીત્યો, મેડલ સંખ્યા 64 પર પહોંચી

ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં 14 ગોલ્ડ મેડલ જીત્યા

ભારતે આજે એક ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ સાથે ચાર મેડલ જીત્યા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ 5000 મીટર રેસમાં ગોલ્ડ જીત્યો, મેડલ સંખ્યા 64 પર પહોંચી 1 - image


Parul Chaudhary wins Gold : એશિયન ગેમ્સમાં આજે 10માં દિવસે ભારતની પારુલ ચૌધરીએ (Parul Chaudhary) 5000 મીટર દોડમાં ધમાકેદાર પ્રદર્શન કરતા ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધીમાં 14 ગોલ્ડ મેડલ જીત્યા છે અને કુલ મેડલની સંખ્યા 64 પર પહોંચી ગઈ છે.

એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લીટ્સનુ શાનદાર પ્રદર્શન યથાવત

ભારતીય એથ્લીટ્સ એશિયન ગેમ્સ 2023માં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન ગેમ્સના 10માં દિવસે ભારતે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા (India won three bronze medals on the 10th day) હતા. અર્જુન સિંહ અને સુનીલ સિંહ સલામે ભારત (Arjun Singh And Sunil Singh won Bronze Medal)ને આજના દિવસે પ્રથમ મેડલ અપાવ્યો હતો. આ ભારતીય જોડીએ કેનોઇ ડબલ્સ 1000 મીટરમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બાદ ભારતીય બોક્સર પ્રીતિ પંવારે (Preeti Pawar Wins Boxing Bronze) બ્રોન્ઝ મેડલ જીતી ભારતને 62મો મેડલ અપાવ્યો હતો. આ ઉપરાંત આજે વિથ્યા રામરાજે ભારત (Vithya Ramraj Wins Bronze Medal)ને 400 મીટર હર્ડલ રેસમાં બોન્ઝ મેડલ અપાવ્યો હતો. 

  Asian Games 2023 : ભારતીય એથ્લેટ પારુલ ચૌધરીએ 5000 મીટર રેસમાં ગોલ્ડ જીત્યો, મેડલ સંખ્યા 64 પર પહોંચી 2 - image

આજે ભારતના ખાતામાં કુલ ચાર મેડલ આવ્યા

એશિયન ગેમ્સ 2023માં ભારતને પ્રથમ દિવસે પાંચ, બીજા દિવસે છ, ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે આઠ, પાંચમા દિવસે ત્રણ, છઠ્ઠા દિવસે આઠ, સાતમા દિવસે પાંચ, આઠમાં દિવસે 15 મેડલ અને નવમા દિવસે સાત મેડલ જીત્યા હતા. ભારતે 10માં દિવસે અત્યાર સુધીમાં ભારતે ચાર મેડલ પોતાના નામે કર્યા છે જેમાં એક ગોલ્ડ અને ત્રણ બ્રોન્ઝ મેડલ સામેલ છે.


Google NewsGoogle News