Asian Games 2023 : ભારતની ગોલ્ડન હેટ્રિક, ક્રિકેટ બાદ મેન્સ કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ

ભારતના ખાતામાં 28 ગોલ્ડ, 35 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતની ગોલ્ડન હેટ્રિક, ક્રિકેટ બાદ મેન્સ કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ 1 - image
Image:Twitter

Asian Games 2023 Day 14 : ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સ 2023ના 14માં દિવસે જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું છે. સાત્વિક- ચિરાગની જોડીએ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતી ભારતેને બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતા. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાન સામે જીત મેળવી ક્રિકેટમાં ગોલ્ડ જીત્યો હતો. હવે ભારતીય મેન્સ કબડ્ડી ટીમે ફાઈનલ(India Beat Iran In Kabaddi)માં ડિફેન્ડીંગ ચેમ્પિયન ઈરાનને હરાવી દીધું છે. આ રીતે ભારતે સતત ત્રીજો ગોલ્ડ જીતીને હેટ્રિક લગાવી છે.

ભારતને હોકીમાં મળ્યો બ્રોન્ઝ 

ભારતે મેન્સ કબડ્ડી ઇવેન્ટમાં ઈરાનને 33-29થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત ભારતીય વુમન્સ હોકી ટીમે જાપાનને 2-1થી હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ચીન સામેની સેમિફાઈનલમાં શરમજનક હાર બાદ આ જીત ભારત માટે મનોબળ વધારનારી છે. આ સાથે જ ભારતની મેડલ ટેલી 104 પર પહોંચી ગઈ છે.

Asian Games 2023 : ભારતની ગોલ્ડન હેટ્રિક, ક્રિકેટ બાદ મેન્સ કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ 2 - image


Google NewsGoogle News