Asian Games 2023 : ભારતે જીત્યા વધુ બે બ્રોન્ઝ, કુલ મેડલની સંખ્યા 73 પર પહોંચી

ભારતે અત્યાર સુધી 16 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ જીત્યા છે

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતે જીત્યા વધુ બે બ્રોન્ઝ, કુલ મેડલની સંખ્યા 73 પર પહોંચી 1 - image
Image:Twitter

Asian Games 2023 : એશિયન ગેમ્સ 2023ના 11(Asian Games 2023 Day 11)માં દિવસે સોનેરી સવાર બાદ ભારતના ખાતામાં બીજા બ૨ મેડલ આવ્યા છે. ભારત પાસે અત્યાર સુધી કુલ 73 મેડલ છે, જેમાં 16 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર મેડલ અને 31 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતને અન્ય બે બ્રોન્ઝ મેડલ સ્ક્વોશ મિક્સ ડબલ્સ અને બોક્સિંગમાં મળ્યા છે.

ભારતને મળ્યા બે બ્રોન્ઝ

ભારતને સ્ક્વોશ મિક્સ ડબલ્સ(India Wins Bronze In Squash Mix Doubles)માં મલેશિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. અનહત અને અભયની જોડીને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. મલેશિયાએ આ ભારતીય જોડીને 11-8, 2-11 અને 9-11થી હરાવી હતી. ત્યારબાદ ભારતીય બોક્સર પરવીન હુડ્ડાએ સેમિફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલાઓની 57 કિગ્રા વેઇટ કેટેગરીમાં પરવીનને ચાઈનીઝ તાઈપેની લિન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

Asian Games 2023 : ભારતે જીત્યા વધુ બે બ્રોન્ઝ, કુલ મેડલની સંખ્યા 73 પર પહોંચી 2 - image


Google NewsGoogle News