Asian Games 2023 : ભારતની ગોલ્ડન હેટ્રિક, કમ્પાઉન્ડ મેન્સ આર્ચરી ટીમે અપાવ્યો વધુ એક મેડલ

ભારતે અત્યાર સુધીમાં કુલ 21 ગોલ્ડ મેડલ જીત્યા

એશિયન ગેમ્સ 2023માં ભારતની મેડલ ટેલી 84 પર પહોંચી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતની ગોલ્ડન હેટ્રિક, કમ્પાઉન્ડ મેન્સ આર્ચરી ટીમે અપાવ્યો વધુ એક મેડલ 1 - image
Image:Twitter

Asian Games 2023 : ભારતને એશિયન ગેમ્સ 2023ના 12માં દિવસે સૌ પ્રથમ આર્ચરીમાં જ્યોતિ સુરેખા, અદિતિ સ્વામી અને પ્રણીત કૌરે ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ત્યાર બાદ સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં દીપિકા પલ્લીકલ અને હરિંદર સંધુએ બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. હવે કમ્પાઉન્ડ મેન્સ ટીમ આર્ચરીમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભારતે જીત્યો 21મો ગોલ્ડ મેડલ

કમ્પાઉન્ડ મેન્સ ટીમ આર્ચરીમાં ઓજસ દેવતલે, અભિષેક વર્મા અને જાવકર પ્રથમેશ સમાધાનની ટીમે દક્ષિણ કોરિયાને 235-230ના માર્જિનથી હરાવ્યું હતું. ભારતનો આ 12માં દિવસનો અત્યાર સુધી(Asian Games 2023 India Got Its Third Gold Medal)નો આ ત્રીજો ગોલ્ડ છે. આ સાથે જ ભારતે એશિયન ગેમ્સ 2023માં અત્યાર સુધી કુલ 21 ગોલ્ડ મેડલ જીતી લીધા છે. ભારત પાસે કુલ 84 મેડલ છે જેમાં 21 ગોલ્ડ જયારે 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

Asian Games 2023 : ભારતની ગોલ્ડન હેટ્રિક, કમ્પાઉન્ડ મેન્સ આર્ચરી ટીમે અપાવ્યો વધુ એક મેડલ 2 - image

  


Google NewsGoogle News