Asian Games 2023 : ભારતે આજે ત્રીજો મેડલ જીત્યો, હોર્સ રાઈડિંગમાં મળ્યો બ્રોન્ઝ, મેડલ ટેલી 25 પર પહોંચી

એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતે 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતે આજે ત્રીજો મેડલ જીત્યો, હોર્સ રાઈડિંગમાં મળ્યો બ્રોન્ઝ, મેડલ ટેલી 25 પર પહોંચી 1 - image
Image:Twitter

Asian Games 2023 Day 5 India Gets Third Medal: એશિયન ગેમ્સ 2023માં આજે પાંચમાં દિવસની શરૂઆત ભારતે 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ અને વૂશુ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતીને કરી હતી. હવે હોર્ડ રાઇડિંગમાં ભારતે વધુ એક મેડલ જીત્યો છે. ભારતીય હોર્સ રાઈડર અનુશ અગ્રવાલે બ્રોન્ઝ (Anush Wins Bronze) મેડલ પોતાના નામે કર્યો છે.

ભારત પાસે કુલ 25 મેડલ

અનુશ અને તેનો ઘોડો એટ્રો વ્યક્તિગત ડ્રેસેજમાં ત્રીજા સ્થાને રહ્યો હતો. અનુશે 73.030ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. ડ્રેસેજમાં ટીમ ગોલ્ડ બાદ અનુશ અને તેના ઘોડા ઈટ્રોનો આ બીજો મેડલ છે. હવે ભારતના ખાતામાં 6 ગોલ્ડ, 8 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે. આમ ભારત પાસે કુલ 25 મેડલ થઇ ગયા છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News