Asian Games 2023 : ભારતનો ફાઈનલમાં પ્રવેશ, બાંગ્લાદેશને નવ વિકેટે કચડ્યું, તિલક વર્માની શાનદાર ફિફ્ટી

ભારતની ફાઇનલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચની વિજેતા ટીમ સામે ટક્કર થશે

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતનો ફાઈનલમાં પ્રવેશ, બાંગ્લાદેશને નવ વિકેટે કચડ્યું, તિલક વર્માની શાનદાર ફિફ્ટી 1 - image
Image : DD news twitter

IND vs BAN : ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમે એશિયા કપની સેમિફાઈનલમાં બાંગ્લાદેશને નવ વિકેટે હરાવીને ફાઈનલમાં (indian team enter into final in Asian Games 2023) જગ્યા બનાવી લીધી છે. ભારત તરફથી તિલક વર્માએ શાનદાર પદર્શન કરતા (Tilak Varma scored fifty) ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ ભારતની ફાઇનલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચની વિજેતા ટીમ સામે ટક્કર થશે.

ભારતે સિલ્વર મેેેેેડલ નિશ્ચિત કરી લીધો

એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટની પહેલી સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને નવ વિકેટે હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે જ ભારતે સિલ્વર મેડલ નિશ્ચિત કરી (Team India has assured of silver medal) લીધો છે. હવે આવતીકાલે ભારતની ટક્કર ફાઇનલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચની વિજેતા ટીમ સામે થશે. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટ ગુમાવીને 96 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમે એક વિકેટ ગુમાવીને 97 રનનો ટાર્ગેટ (Indian team achieved the target losing one wicket) હાંસલ કરીને મેચ પોતાના નામે કરી લીધી હતી. ભારત તરફથી તિલક વર્માએ 55 અને ઋતુરાજ ગાયકવાડે 40 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓ અણનમ રહ્યા હતા.

ભારતીય સ્પિનરોનું શાનદાર પ્રદર્શન

આ પહેલા ભારતીય સ્પિનરોએ શાનદાર પ્રદર્શન (Indian spinners performed brilliantly) કરીને બાંગ્લાદેશની ટીમને મોટો સ્કોર કરવા અટકાવી દીધી હતી. લેફ્ટ આર્મ સ્પિનર ​​સાઈ કિશોરે મહમુદુલ હસન જોયને પાંચ રનમાં જ આઉટ કર્યો હતો ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી. બાંગ્લાદેશની ટીમ માટે ઝકર અલીએ 29 બોલમાં એક ચોગ્ગાની મદદથી સૌથી વધુ અણનમ 24 રન બનાવ્યા હતા. આ સિવાય પરવેઝ હસન ઈમોને 23 રન બનાવ્યા હતા. ભારત તરફથી સાઈ કિશોરે (Sai Kishore took three wickets) ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી જ્યારે વોશિંગ્ટન સુંદરે બે અને તિલક, રવિ બિશ્નોઈ અને શાહબાઝે એક-એક વિકેટ ઝડપી હતી.

Asian Games 2023 : ભારતનો ફાઈનલમાં પ્રવેશ, બાંગ્લાદેશને નવ વિકેટે કચડ્યું, તિલક વર્માની શાનદાર ફિફ્ટી 2 - image


Google NewsGoogle News