Asian Games 2023: ત્રીજા દિવસે ભારતનો ડંકો, હોકીમાં સિંગાપોરને જ્યારે સ્કવોશમાં પાક.ને રગદોળ્યું

ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા

ભારતીય હોકી ટીમે આ પહેલા ગ્રુપ સ્ટેજમાં ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
Asian Games 2023: ત્રીજા દિવસે ભારતનો ડંકો, હોકીમાં સિંગાપોરને જ્યારે સ્કવોશમાં પાક.ને રગદોળ્યું 1 - image
Image:Twitter

India Beat Singapore In Hockey : ભારતીય મેન્સ હોકી ટીમે એશિયન ગેમ્સ (Asian Games 2023)માં ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. ભારતે શરૂઆતથી જ મેચમાં લીડ જાળવી રાખી હતી. ભારતે પહેલા ક્વાર્ટરમાં 1 ગોલથી શરૂઆત કરી હતી. ત્યારબાદ ભારતીય ટીમે સતત ગોલ કરવાનું ચાલુ રાખ્યું અને મેચમાં શાનદાર જીત મેળવી હતી. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા. જયારે મનદીપ સિંહે ગોલની હેટ્રિક લગાવી હતી.

ભારતે સિંગાપોર સામે શાનદાર જીત મેળવી

ભારતીય હોકી ટીમે આ પહેલા ગ્રુપ સ્ટેજમાં ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. આજની મેચમાં ભારત માટે પ્રથમ ગોલ મનદીપ સિંહે 13મી મિનિટમાં કર્યો હતો. ભારતે પ્રથમ હાફમાં 6-0ની લીડ મેળવી લીધી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ભારતે 11-0ની લીડ મેળવી લીધી હતી. વરુણ કુમારે 55મી મિનિટે સતત બે ગોલ કરીને ભારતને 16-1 સુધી પહોચાવ્યું હતું. આ રીતે ભારતે સિંગાપોર સામે શાનદાર જીત મેળવી હતી. 

સ્ક્વોશમાં પાકિસ્તાન સામે ભારતની જીત

હોકી ઉપરાંત આજે એશિયન ગેમ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્ક્વોશની મેચ પણ રમાઈ હતી. ભારતની જોશના ચિનપ્પાએ બીજી મેચ 3-0થી જીતી હતી. આ સાથે ભારતે પાકિસ્તાન (India Beat Pakistan In Squash) સામે 2-0ની લીડ મેળવી લીધી છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News