Asian Games 2023 : આ સ્પર્ધામાં ભારતે 72 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ, અવિનાશે સર્જ્યો ઈતિહાસ

અવિનાશે એશિયન ગેમ્સમાં 3000 મીટર સ્ટીપલચેસમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો

Updated: Oct 1st, 2023


Google NewsGoogle News


Asian Games 2023 : આ સ્પર્ધામાં ભારતે 72 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ, અવિનાશે સર્જ્યો ઈતિહાસ 1 - image

Asian Games 2023 India Won Gold Day 8 : હાલ ચાલતી એશિયન ગેમ્સમાં ભારતે અનેક ઈતિહાસ રચ્યા છે એ પછી ઘોડેસવારમાં હોય કે ગોલ્ફ હોય એવામાં વધુ એક રેકોર્ડનો ભારતે ઉમેરો કર્યો છે.  ભારતના સ્ટાર એથ્લેટ અવિનાશ સાબલે ઈતિહાસ રચ્યો છે. તેણે એશિયન ગેમ્સમાં 3000 મીટર સ્ટીપલચેસમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ઈવેન્ટમાં ભારતને મળેલો આ પહેલો ગોલ્ડ છે. એશિયન ગેમ્સની શરૂઆત 1951માં થઈ હતી અને ત્યારથી 3000 મીટર સ્ટીપલચેઝ (પુરુષો) સ્પર્ધા શરૂ થઈ હતી, પરંતુ ભારતના કોઈ એથ્લેટે તેમાં ગોલ્ડ જીત્યો ન હતો. અવિનાશ સાબલેએ ગોલ્ડ મેડલની આતુરતાનો અંત લાવ્યો છે.

તેજિન્દર પાલ સિંહે પણ શોટ પુટમાં જીત્યો ગોલ્ડ 

આજે એશિયન ગેમ્સમાં ભારતે ત્રીજો ગોલ્ડ જીત્યો છે. આ ત્રીજો ગોલ્ડ તેજિન્દર પાલ સિંહ તૂરે શોટ પુટમાં જીત્યો છે. તેણે ગત એશિયન ગેમ્સમાં પણ ભારત માટે ગોલ્ડ અપાવ્યો હતો. 

  Asian Games 2023 : આ સ્પર્ધામાં ભારતે 72 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ, અવિનાશે સર્જ્યો ઈતિહાસ 2 - image

ભારતના ખાતામાં કુલ 46 મેડલ

એશિયન ગેમ્સ 2023ના આઠમાં દિવસની શરુઆતમાં જ ભારતીય શૂટરોએ દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. હવે ભારતના નામે શૂટિંગમાં 7 ગોલ્ડ મેડલ થઇ ગયા છે. ભારતના ખાતામાં કુલ 46 મેડલ આવી ગયા છે જેમાં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 16 બ્રોન્ઝ મેડલ સામેલ છે.


Google NewsGoogle News