Asian Games 2023 : ભારતના ખાતામાં વધુ એક મેડલ, શૂટિંગ ટીમે 10 મીટર એર રાઈફલમાં જીત્યો સિલ્વર

ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં કુલ 19 મેડલ જીત્યા છે

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતના ખાતામાં વધુ એક મેડલ, શૂટિંગ ટીમે 10 મીટર એર રાઈફલમાં જીત્યો સિલ્વર 1 - image


Asian Games 2023 India Won Silver Medal : એશિયન ગેમ્સના સાતમાં દિવસની શરૂઆત ભારતે 10 મીટર એર રાઈફલમાં સિલ્વર મેડલ જીતીને કરી છે. ભારતે અત્યાર સુધીમાં શૂટિંગમાં કુલ 19 મેડલ જીત્યા છે. આ સાથે જ ભારતીય ખેલાડીઓએ કુલ 34 મેડલ જીતી લીધા છે. જેમાં 8 ગોલ્ડ, 13 સિલ્વર અને 13 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

દિવ્યા અને સરબજોતે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો

ભારતને સરબજોત અને દિવ્યા પાસેથી ગોલ્ડ મેડલની આશા હતી. પરંતુ તેમને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો. સરબજોત અને દિવ્યાએ (Divya and Sarabjot Won Silver Medal) 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. એશિયન ગેમ્સ 2023ના સાતમાં દિવસની શરૂઆત ભારતે શાનદાર રીતે કરી છે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News