Asian Games 2023 : ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ, સ્ક્વોશમાં દીપિકા-હરિંદરની જોડીએ મલેશિયાને હરાવ્યું

ભારતે અત્યાર સુધીમાં કુલ 20 ગોલ્ડ મેડલ જીત્યા

એશિયન ગેમ્સ 2023માં ભારતની મેડલ ટેલી 83 પર પહોંચી

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ, સ્ક્વોશમાં દીપિકા-હરિંદરની જોડીએ મલેશિયાને હરાવ્યું 1 - image
Image:Twitter

Asian Games 2023 : ભારતને આર્ચરીમાં જ્યોતિ સુરેખા, અદિતિ સ્વામી અને પ્રણીત કૌરે ભારતને એશિયન ગેમ્સ 2023ના 12માં દિવસે 19મો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ ભારતના ખાતામાં કુલ 82 મેડલ આવી ગયા હતા. જો કે ભારત પાસે હવે 12માં દિવસ(India Wins Gold In Squash Mix Doubles)નો બીજો ગોલ્ડ મેડલ આવી ગયો છે. ભારતે સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

મલેશિયાને ફાઈનલમાં હરાવ્યું

દીપિકા અને પલ્લીકલ અને હરિંદર સંધુએ ભારતને એશિયન ગેમ્સ 2023ના 12 દિવસે 20મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. દીપિકા અને હરિંદરે સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં મલેશિયનને હરાવ્યું હતું. સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં દીપિકા અને હરિંદરે આઈફા આઝમન અને મોહમ્મદની મલેશિયન જોડીને 2-0થી હરાવી હતી. ભારતના ખાતામાં કુલ 83 મેડલ આવી ગયા છે જેમાં 20 ગોલ્ડ, 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

Asian Games 2023 : ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ, સ્ક્વોશમાં દીપિકા-હરિંદરની જોડીએ મલેશિયાને હરાવ્યું 2 - image


Google NewsGoogle News