એશિયન ગેમ્સમાં સીધા ક્વાર્ટર ફાઈનલમાં રમશે ટીમ ઈન્ડિયા, જાણો શેડ્યુલ અને ખેલાડીઓનુ લિસ્ટ

મેન્સ ક્રિકેટની પ્રથમ મેચ નેપાળ અને મંગોલિયા વચ્ચે રમાશે

ભારત 3 ઓક્ટોબરના રોજે ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
એશિયન ગેમ્સમાં સીધા ક્વાર્ટર ફાઈનલમાં રમશે ટીમ ઈન્ડિયા, જાણો શેડ્યુલ અને ખેલાડીઓનુ લિસ્ટ 1 - image
Image:Twitter

એશિયન ગેમ્સ 2023ની આજથી શરૂઆત થવાની છે. જેમાં 27 સેપ્ટેમ્બરના રોજ મેન્સ ક્રિકેટની શરૂઆત થશે. એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ સીધા ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. આ પહેલા 9 મેચ રમાશે. ગ્રુપ મેચમાં જીતનાર ટીમોને પોઈન્ટ્સના હિસાબે ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા મળશે. ભારત 3 ઓક્ટોબરના રોજે ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે.પાકિસ્તાનની ટીમ પણ 3 ઓક્ટોબરમના રોજ મેચ રમાશે. ભારતની મહિલા ક્રિકેટ ટીમ 21 સેપ્ટેમ્બરના ક્વાર્ટર ફાઈનલ રમવા મેદાનમાં ઉતરશે.

પહેલી મેચ ઇન્ડોનેશિયા અને મંગોલિયા વચ્ચે રમાશે

એશિયન ગેમ્સ 2023માં મહિલા ક્રિકેટમાં પહેલી મેચ ઇન્ડોનેશિયા અને મંગોલિયા વચ્ચે રમાશે. ભારતની સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ પણ સીધા ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. ભારત અને પાકિસ્તાનની મેચ 21 સેપ્ટેમ્બરના રોજ રમાનાર છે. જો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જીતે છે તો તે 24 સેપ્ટેમ્બરે સેમીફાઈનલમાં મેચ રમશે.ત્યારબાદ 25 સેપ્ટેમ્બરે ફાઈનલ રમાશે.

મેન્સ ક્રિકેટની પ્રથમ મેચ નેપાળ અને મંગોલિયા વચ્ચે રમાશે

મેન્સ ક્રિકેટ 27 સેપ્ટેમ્બરથી યોજાશે. મેન્સ ક્રિકેટની પ્રથમ મેચ નેપાળ અને મંગોલિયા વચ્ચે રમાશે. મેન્સ ક્રિકેટમાં પણ ભારતીય ટીમ સીધા ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. આમાં પણ ભારત સાથે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહેલા જ પહોંચી ચુકી છે. મેન્સ ક્રિકેટની સેમિફાઈનલ 6 ઓક્ટોબરે અને ફાઈનલ મેચ 7 ઓક્ટોબરના રોજ રમાશે.

ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ

ઋતુરાજ ગાયકવાડ (C), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ, આકાશ દીપ

સ્ટેન્ડબાય પ્લેયર

યશ ઠાકુર, સાંઈ કિશોર, વેંકટેશ અય્યર, દીપક હુડા, સાઈ સુદર્શન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

હરમનપ્રીત કૌર (C), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, અમનજોત કૌર, દેવિકા વૈદ્ય, પૂજા વસ્ત્રાકર, તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ, મિન્નુ મણિ, કનિકા આહુજા, ઉમા છેત્રી, અનુષા બારેડ્ડી

સ્ટેન્ડબાય પ્લેયર

હરલીન દેઓલ, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, સૈકા ઈશાક 


Google NewsGoogle News