Asian Games 2023 : ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવ્યું, 1000 મીટર કેનોઈ ડબલમાં જીત્યો બ્રોન્ઝ

ભારતે મેન્સ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે

અભિષેક વર્માએ પુરુષોની સિંગલ્સ તીરંદાજીની ફાઇનલમાં જગ્યા બનાવી છે

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવ્યું, 1000 મીટર કેનોઈ ડબલમાં જીત્યો બ્રોન્ઝ 1 - image


Asian Games 2023 Day 10 India Won Bronze Medal : એશિયન ગેમ્સ 2023ના 10માં દિવસે ભારતે શાનદાર શરૂઆત કરી હતી. અર્જુન સિંહ અને સુનીલ સિંહ સલામે ભારત(Arjun Singh And Sunil Singh won Bronze Medal)ને આજના દિવસનો પ્રથમ મેડલ અપાવ્યો હતો. આ ભારતીય જોડીએ કેનોઇ ડબલ્સ 1000 મીટરમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવ્યું 

અર્જુન સિંહ અને સુનિલ સિંહ સલામે પુરુષોની 1000 મીટર કેનોઈ ડબલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. આ સાથે જ ભારત પાસે કુલ 61 મેડલ થઇ ગયા છે જેમાં 13 ગોલ્ડ મેડલ, 24 સિલ્વર મેડલ અને 24 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ ઉપરાંત ભારતે મેન્સ ક્રિકેટની ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે, જ્યારે તીરંદાજીમાં જ્યોતિ અને અદિતિએ સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અભિષેક વર્માએ પુરુષોની સિંગલ્સ તીરંદાજીની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ સિવાય તમામ ભારતીયોની નજર એથ્લેટિક્સ અને બોક્સિંગમાં ભારતીય ખેલાડીઓ પર રહેશે. 

  Asian Games 2023 : ભારતે ક્વાર્ટર ફાઇનલમાં નેપાળને 23 રને હરાવ્યું, 1000 મીટર કેનોઈ ડબલમાં જીત્યો બ્રોન્ઝ 2 - image


Google NewsGoogle News