Asian Games 2023 : અંતિમ પંઘાલે ભારતને મહિલા રેસલિંગમાં અપાવ્યો પહેલો મેડલ, મંગોલિયાની વર્લ્ડ ચેમ્પિયનને હરાવી જીત્યો બ્રોન્ઝ

ભારતે અત્યાર સુધી 21 ગોલ્ડ, 32 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા છે

Updated: Oct 5th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : અંતિમ પંઘાલે ભારતને મહિલા રેસલિંગમાં અપાવ્યો પહેલો મેડલ, મંગોલિયાની વર્લ્ડ ચેમ્પિયનને હરાવી જીત્યો બ્રોન્ઝ 1 - image
Image:File Photo

Asian Games 2023 : ભારતને એશિયન ગેમ્સ 2023માં વધુ એક મેડલ મળ્યો છે. આ વખતે રેસલર અંતિમ પંઘાલે 53 કિગ્રા વેઇટ કેટેગરીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અંતિમ પંઘાલે મંગોલિયા(Antim Panghal Defeats Mongolian World Champion)ની વર્લ્ડ ચેમ્પિયન બેટ-ઓચિર બોલોર્તુયાને 3-1થી હરાવીને મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં વુમન્સ રેસલિંગમાં આ ભારતનો પ્રથમ મેડલ છે. આ સાથે ભારતના ખાતામાં 86 મેડલ આવી ગયા છે.

સ્ક્વોશમાં સૌરવે જીત્યો સિલ્વર

એશિયન ગેમ્સ 2023માં 12મો દિવસ ભારત માટે ખાસ રહ્યો છે. અંતિમ પહેલા સ્ક્વોશ મેન્સ સિંગલ્સમાં સૌરવ ઘોષાલે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. સૌરવને સ્ક્વોશ મેન્સ સિંગલ્સની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. મલેશિયાના ઈને સૌરવને 9-11, 11-9,11-5, 11-6થી હરાવ્યો હતો. ભારતે અત્યાર સુધી 21 ગોલ્ડ, 32 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

Asian Games 2023 : અંતિમ પંઘાલે ભારતને મહિલા રેસલિંગમાં અપાવ્યો પહેલો મેડલ, મંગોલિયાની વર્લ્ડ ચેમ્પિયનને હરાવી જીત્યો બ્રોન્ઝ 2 - image


Google NewsGoogle News