Asian Games 2023 : ભારતે 14માં દિવસે રચ્યો ઈતિહાસ, 25મા ગોલ્ડ સાથે પહેલીવાર 100 મેડલ જીત્યા

ભારતની મહિલા કબડ્ડીની ટીમે ફાઈનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવી

ભારતે એશિયન ગેમ્સમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ જીત્યા

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
Asian Games 2023 : ભારતે 14માં દિવસે રચ્યો ઈતિહાસ, 25મા ગોલ્ડ સાથે પહેલીવાર 100 મેડલ જીત્યા 1 - image


India achieves 100 medals in Asian Games 2023:  આ વર્ષે ભારતીય એથ્લીટ્સે એશિયન ગેમ્સમાં ધમાકેદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે આજે 14માં દિવસે ભારતની મહિલા કબડ્ડીની ટીમે ફાઈનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવીને ભારતને 25મો ગોલ્ડ જીત્યો હતો અને આ સાથે જ ભારતે એશિયન ગેમ્સમાં પહેલીવાર 100 મેડલ જીત્યા છે.

મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ જીત્યો

આજે ભારતની મહિલા કબડ્ડી ટીમે (Women's Kabaddi team) ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેને (India defeating Chinese Taipei in the final) હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ 2023માં ભારતનો આ 25મો ગોલ્ડ હતો અને કુલ 100મો મેડલ (This is India's 25th gold and 100th overall medal in the Asian Games 2023) હતો. ભારતે એશિયન ગેમ્સમાં પહેલીવાર 100 મેડલ જીત્યા છે. આ વખતે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

Asian Games 2023 : ભારતે 14માં દિવસે રચ્યો ઈતિહાસ, 25મા ગોલ્ડ સાથે પહેલીવાર 100 મેડલ જીત્યા 2 - image


Google NewsGoogle News