Get The App

Asia Cup 2022 IND vs PAK: ટીમ ઈન્ડિયા કયા પ્લેઇંગ ઈલેવનની સાથે ઉતરશે મેદાનમાં

Updated: Aug 26th, 2022


Google NewsGoogle News


Asia Cup 2022 IND vs PAK: ટીમ ઈન્ડિયા કયા પ્લેઇંગ ઈલેવનની સાથે ઉતરશે મેદાનમાં 1 - image

નવી દિલ્હી, તા. 26 ઓગસ્ટ 2022 શુક્રવાર

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર 28 ઓગસ્ટે છે. બંને ટીમ જીત માટે તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન પ્રશ્ન એ છે કે ટીમ ઈન્ડિયા કયા પ્લેઇંગ ઈલેવનની સાથે મેદાનમાં ઉતરશે. ભારત પાસે શ્રેષ્ઠ ખેલાડીઓ છે પરંતુ સત્ય એ પણ છે કે તક માત્ર 11ને જ મળવાની છે. કેપ્ટન રોહિત શર્મા કયા ખેલાડીઓને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન આપશે? શુ હશે ટીમ ઈન્ડિયાનુ વિનિંગ ટીમ કોમ્બિનેશન?

ભારતનો બેટિંગ એટેક શુ હશે?

ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને રોહિત શર્મા હશે. આ બંને ખેલાડીઓનો રેકોર્ડ કમાલ છે અને પાકિસ્તાન સામે મેચમાં આ ચેમ્પિયન જોડી ઈનિંગ રમવા મેદાનમાં ઉતરશે. આ સિવાય સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલીનુ પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નક્કી છે. 

આ પણ વાંચો: Asia Cup 2022: એશિયા કપની તારીખોનુ એલાન, આ દિવસે સામ-સામે આવશે ભારત-પાકિસ્તાન

વિકેટકીપર કોણ હશે?

ટીમ ઈન્ડિયાની પાસે ઋષભ પંત અને દિનેશ કાર્તિક બે વિકેટકીપર છે પરંતુ જાણકારી એ છે કે બંનેમાંથી કોઈ એક જ રમશે. ટીમ ઈન્ડિયા ઋષભ પંતને જ તક આપશે કેમકે તે ડાબા હાથના બેટ્સમેન છે અને ટીમની રણનીતિઓમાં ફીટ બેસે છે.

Asia Cup 2022 IND vs PAK: ટીમ ઈન્ડિયા કયા પ્લેઇંગ ઈલેવનની સાથે ઉતરશે મેદાનમાં 2 - image

બે ઓલરાઉન્ડર હશે ટીમમાં

ભારત બે ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરી શકે છે. જેમાં પહેલુ નામ હાર્દિક પંડ્યા હશે. પંડ્યા જોરદાર મીડિયમ પેસ સિવાય એક ગજબના બેટ્સમેન પણ છે. આ સિવાય રવિન્દ્ર જાડેજાનુ પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન પાક્કુ માનવામાં આવી રહ્યુ છે.

ભારતના બોલર કોણ હશે

બોલિંગમાં ભારતીય ટીમ ભુવનેશ્વર કુમારને જરૂરિયાત પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપશે. આ સિવાય અર્શદીપ સિંહને પણ તક મળવી નક્કી માની શકાય છે. ટીમ ઈન્ડિયા યુઝવેન્દ્ર ચહલ તરીકે એક લેગ સ્પિનરની સાથે મેદાનમાં ઉતરશે. અશ્વિનને પણ પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી શકે છે. અશ્વિન બોલિંગ સિવાય બેટિંગ પણ કરી શકે છે. આનો અર્થ એ છે કે પાકિસ્તાન સામે દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, રવિ બિશ્નોઈ અને આવેશ ખાન બેન્ચ પર બેસી શકે છે. ઉલ્લેખનીય છેકે પાકિસ્તાનનો વધુ એક ખેલાડી ઈજાગ્રસ્ત છે.

આ પણ વાંચો: એશિયા કપ પહેલા જ પાક ક્રિકેટ ટીમના સિનિયર ખેલાડીઓમાં અસંતોષ, આવુ છે કારણ

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ.


Google NewsGoogle News