સિરાજને SUV ગિફ્ટ આપી દો સર... ફેનની રિક્વેસ્ટ પર મહિન્દ્રાએ જુઓ શું આપ્યો જવાબ

ભારતે શ્રીલંકાને 50 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું

સિરાજે સૌથી ઝડપી 5 વિકેટ લેનાર શ્રીલંકાના બોલર ચમિંડા વાસની બરાબરી કરી લીધી છે

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
સિરાજને SUV ગિફ્ટ આપી દો સર... ફેનની રિક્વેસ્ટ પર મહિન્દ્રાએ જુઓ શું આપ્યો જવાબ 1 - image

એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરી હતી. સિરાજે શ્રીલંકા ટીમના ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો હતો. સિરાજના ડ્રીમ ઓપનિંગ સ્પેલની મદદથી ભારતે શ્રીલંકાને 50 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું.  સિરાજે 6 વિકેટ ઝડપી હતી. સિરાજની બોલિંગના વખાણ કરતા ભારતના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક પોસ્ટ શેર કરી હતી. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર એક ફેને તેમનાંથી સિરાજને એક SUV આપવાની રિક્વેસ્ટ કરી હતી. જેના પર આનંદ મહિન્દ્રાએ જે જવાબ આપ્યો તે સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આનંદ મહિન્દ્રાએ કર્યા સિરાજના વખાણ

ભારતના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સિરાજના વખાણ કરતા એક્સ પર ટ્વિટ શેર કરતા લખ્યું હતું, 'મને નથી લાગતું કે મેં આનાથી પહેલા ક્યારેય અમારા વિરોધીઓ માટે આવું અનુભવ્યું હોય... એવું લાગે છે કે જાણે અમે તેમના પર કોઈ અલૌકિક શક્તિનો પ્રયોગ કર્યો છે... મોહમ્મદ સિરાજ તમે એક માર્વેલ એવેન્જર છો.'

આનંદ મહિન્દ્રાને ફેને કરી રિક્વેસ્ટ

આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ પર એક ફેને લખ્યું, 'સર, તેને એક SUV ગિફ્ટ આપી દો. મહિન્દ્રાએ આ વાતનો જવાબ આપતા લખ્યું, 'પહેલા જ આપી દીધી છે.' જણાવી દઈએ કે આનંદ મહિન્દ્રાએ વર્ષ 2021માં સિરાજને એક SUV ગિફ્ટ આપી હતી. એશિયા કપ 2023ની ફાઈનલમાં સિરાજે સૌથી ઝડપી 5 વિકેટ લેનાર શ્રીલંકાના બોલર ચમિંડા વાસની બરાબરી કરી લીધી છે. ચમિંડા વાસે વર્લ્ડ કપ 2003માં 16 બોલમાં 5 વિકેટ લીધી હતી. 


Google NewsGoogle News