IND vs BAN: ટેસ્ટ ક્રિકેટમાં શેન વૉર્નને પાછળ છોડી દેશે અશ્વિન, એક-બે નહીં એકસાથે છ વર્લ્ડ રેકૉર્ડ તૂટશે
Image: Facebook
IND vs BAN: દુનિયાનો નંબર 1 ટેસ્ટ બોલર રવિચંદ્રન અશ્વિન બાંગ્લાદેશ વિરુદ્ધ આગામી બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ઈતિહાસ રચવાના નજીક છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં અશ્વિન એક નહીં પરંતુ 6 રેકોર્ડ તોડી વિશ્વ ક્રિકેટમાં ધૂમ મચાવી શકે છે. ભારતીય ટીમ બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવાની છે. ભારતીય ટીમ, બાંગ્લાદેશની સાથે બે ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. ટેસ્ટ સિરીઝમાં અશ્વિનની પાસે રેકોર્ડ તોડવાની તક હશે. ગત ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અશ્વિને શાનદાર બોલિંગ કરી હતી અને સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. હવે એક વાર ફરી બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન અશ્વિનના નિશાને 5 રેકોર્ડ હશે.
ભારતમાં સૌથી વધુ વિકેટ
બાંગ્લાદેશ વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની સિરીઝ દરમિયાન અશ્વિનની પાસે ઈતિહાસ રચવાની તક હશે. અશ્વિને ભારતમાં 126 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને 455 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. કુંબલેએ ભારતમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ રમતાં કુલ 476 વિકેટ લીધી છે એટલે કે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન અશ્વિન 22 વિકેટ લેવામાં સફળ રહ્યો તો તે ભારત તરફથી ભારતમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે.
અશ્વિનની પાસે શેન વોર્નનો રેકોર્ડ તોડવાની તક
આ સિવાય અશ્વિને ટેસ્ટમાં 516 વિકેટ લીધી છે. જો તે સિરીઝમાં 4 વિકેટ લેવામાં સફળ રહે છે તો ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં વેસ્ટઈન્ડિઝના દિગ્ગજ કોર્ટની વોલ્શ (519) થી આગળ નીકળી જશે. 15 વિકેટ લેતાં જ અશ્વિન, નાથન લિયોનથી આગળ નીકળી જશે. ટેસ્ટમાં લિયોને 530 વિકેટ લીધી છે. આ સાથે બાંગ્લાદેશ વિરુદ્ધ બે વખત પાંચ વિકેટ લેવાથી તે ટેસ્ટમાં શેન વોર્નના 37 વખત પાંચ વિકેટ હોલ કરનાર રેકોર્ડને તોડી દેશે. આવું કરતાં જ અશ્વિન ટેસ્ટમાં સૌથી વધુ વખત 5 વિકેટ હોલ કરનાર દુનિયાનો બીજો બોલર બની જશે. શ્રીલંકાના મુથૈયા મુરલીધરણે (67) વખત 5 વિકેટ હોલ કરવાની કમાલ પોતાના ટેસ્ટ કરિયરમાં કરી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ
WTC માં અશ્વિને અત્યાર સુધી 174 વિકેટ લીધી છે. 14 વિકેટ વધુ લેતાં જ અશ્વિન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. અત્યારે WTCમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નાથન લિયોનના નામે છે. લિયોને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 187 વિકેટ લીધી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની શકે છે
WTC 2023-25 ના સર્કલમાં અશ્વિનની પાસે સૌથી વધુ વિકેટ લેવાની તક હશે. અત્યાર સુધી આ સર્કલમાં અશ્વિને 42 વિકેટ લીધી છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન જો અશ્વિન 10 વિકેટ લેવામાં સફળ રહ્યો તો તે WTC 2023-25 માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે. અત્યારે WTC 2023-25 માં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ જો હેજલવુડના નામે છે. હેજલવુડે અત્યાર સુધી 51 વિકેટ લીધી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ વખત 5 વિકેટ હોલ
અશ્વિનની પાસે WTC ના ઈતિહાસમાં સૌથી વધુ વખત 5 વિકેટ હોલ કરવાનો રેકોર્ડ બનાવવાની તક હશે. અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં અત્યાર સુધી 10 વખત 5 વિકેટ હોલ કરવાની કમાલ કરી છે. WTC ના ઈતિહાસમાં નાથન લિયોને પણ 10 વખત 5 વિકેટ હોલ કરી છે એટલે કે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં અશ્વિનની પાસે લિયોને આગળ નીકળવાની તક હશે. બે ટેસ્ટ મેચની સિરીઝમાં એક વખત 5 વિકેટ લેતાં જ અશ્વિન, લિયોનથી આગળ નીકળી જશે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ 5 વિકેટ હોલ કરનાર બોલર બની જશે.
ભારત-બાંગ્લાદેશ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ
ભારત-બાંગ્લાદેશ ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અત્યારે ઝહીર ખાનના નામે છે. ભારતના ઝહીર ખાને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 31 વિકેટ લીધી છે. અશ્વિને 23 બાંગ્લાદેશ બેટ્સમેનોને પવેલિયનનો માર્ગ બતાવ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ અશ્વિને અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે. અશ્વિન 9 વિકેટ લેતાં જ ઝહીર ખાનને પછાડીને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.