અશ્વિનની આંખોમાં આંસુ હતા, રોહિતે જે કર્યુ તેને જાણી સૌ કોઈ કરી રહ્યા છે વખાણ

ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ સીરિઝ ભારતે 4-1થી જીતી હતી

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
અશ્વિનની આંખોમાં આંસુ હતા, રોહિતે જે કર્યુ તેને જાણી સૌ કોઈ કરી રહ્યા છે વખાણ 1 - image
Image: Social Media

Ravichandran Ashwin : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી 5 મેચની ટેસ્ટ સીરિઝ ભારતીય ટીમે 4-1થી જીતી હતી. પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમે પછીની ચાર મેચ જીતી અને આ સાથે તે ટેસ્ટ રેન્કિંગ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નંબર-1ના સ્થાન પર પહોંચી ગઈ. ભારતીય ટીમની જીત વચ્ચે ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના ઘરે ઈમરજન્સી સર્જાઈ હતી. તેની માતાને આઈસીયુમાં દાખલ કરવી પડી હતી અને ત્યારબાદ અશ્વિન રાજકોટ ટેસ્ટ અધવચ્ચે છોડીને ચેન્નઈ ગયો હતો. છેવટે અશ્વિને હવે તે દિવસે શું થયું હતું અને કોણે તેને સૌથી વધુ મદદ કરી હતી તે અંગે જણાવ્યું છે. અશ્વિને કહ્યું કે, “તે દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ તેની ઘણી મદદ કરી અને હું વિશ્વાસ જ નથી કરી શકતો કે કોઈ વ્યક્તિ કોઈના વિશે આટલું વિચારી શકે છે.”

“હું ચિંતિત હતો કારણ કે મને…”

અશ્વિને યુટ્યુબ વીડિયોમાં જણાવ્યું હતું કે, “હું રાજકોટમાં હતો અને મેં મારી માતાની તબિયત વિશે જાણવા ડોક્ટરને વીડિયો કોલ કર્યો હતો. હું મારી માતાને જોવા માંગતો હતો. પરંતુ ડોકટરે કહ્યું કે મારી માતા હજુ એવી સ્થિતિમાં નથી કે તે વીડિયો કોલમાં જોઈ શકાય. આ પછી હું રડવા લાગ્યો. થોડા સમય બાદ રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ મારા રૂમમાં આવ્યા હતા. હું ચિંતિત હતો કારણ કે મને રાજકોટથી ચેન્નઈ જવા માટે કોઈ ફ્લાઈટ ન મળી રહી હતી. આ પછી રોહિત શર્માએ મારા માટે ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી અને પછી મારી સાથે બે લોકોને રાખ્યા. રોહિતે જે રીતે મારું ધ્યાન રાખ્યું, આ બધું જોઈને હું ચોંકી ગયો હતો.”

“રોહિત જેવો વ્યક્તિ ક્યારેય જોયો નથી”

અશ્વિને રોહિત શર્માના વખાણ કરતા કહ્યું કે, “મેં ભારતીય રોહિત શર્મા જેવો વ્યક્તિ ક્યારેય જોયો નથી. રોહિતનું દિલ ઘણું સારું છે. પાંચ IPL ટાઇટલ ધરાવતા ખેલાડી માટે આ એટલું સરળ કામ નથી. તે આના કરતાં વધુ લાયક છે અને ભગવાન તેને તે આપશે. આ સ્વાર્થી દુનિયામાં એક એવો વ્યક્તિ પણ છે જે બીજા વિશે વિચારે છે, આવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે છે.”

અશ્વિનની આંખોમાં આંસુ હતા, રોહિતે જે કર્યુ તેને જાણી સૌ કોઈ કરી રહ્યા છે વખાણ 2 - image


Google NewsGoogle News