એક સમય પછી ખેલાડી માટે પૈસા મહત્ત્વના નથી...', રોહિત શર્મા માટે આવું કેમ બોલ્યો અશ્વિન?

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
એક સમય પછી ખેલાડી માટે પૈસા મહત્ત્વના નથી...', રોહિત શર્મા માટે આવું કેમ બોલ્યો અશ્વિન? 1 - image

Mumbai Indians, Rohit Sharma: આગામી આઈપીએલ 2025 માટેની ઓક્શન પ્રક્રિયા નજીકના સમયમાં શરુ થશે. અત્યાર સુધી બીસીસીઆઈએ રિટેન્શન અંગેના નિયમોની જાહેરાત કરી નથી. તે પહેલા અનેક અફવાઓ બહાર આવી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે કોઈ નવી ટીમ સાથે જોડાઈ શકે છે. પંજાબ કિંગ્સે પણ હિટમેનને પોતાની ટીમમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દિલ્હી કેપિટલ્સની નજર પણ તેના પર છે. 

આ અંગે ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને કહ્યું છે કે, રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને છોડશે નહી, અને આગામી આઈપીએલ 2025માં ટીમ માટે રમવાનું ચાલુ રાખશે. ગયા વર્ષે હાર્દિક પંડ્યાએ ટીમના કેપ્ટન તરીકે રોહિતની જગ્યા લીધી હતી. ચાહકોએ ફ્રેન્ચાઇઝીના આ નિર્ણયને પસંદ કર્યો ન હતો. પ્રેક્ષકોએ વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા સામે હૂટિંગ કર્યું હતું.

અશ્વિને કહ્યું હતું કે, 'તમે રોહિતની જેમ વિચારો, તે બિલકુલ ખોટું નથી. હું ભારતીય ટીમનો કેપ્ટન રહી ચૂક્યો છું. મેં ઘણી વખત મુંબઈની કેપ્ટનશીપ પણ કરી છે. ભલે હું અત્યારે કેપ્ટન ન હોઉં, પણ હું ખુશીથી મુંબઈ ટીમમાં જઈ રહ્યો છું. જો હું મુંબઈ માટે રમું તો તે શાનદાર બાબત છે. મને ખાતરી છે કે મોટાભાગના ખેલાડીઓ આવા જ છે. થોડા સમય પછી તેમાંથી કેટલાક ખેલાડીઓ માટે પૈસાથી કોઈ ફરક પડતો નથી.'

આ પણ વાંચો: શુભમન ગિલની ઈર્ષા કરતો હતો શિખર ધવન, ખુદ કબૂલાત કરીને જણાવ્યું ચોંકાવનારું કારણ

આઈપીએલ 2024ની સીઝનમાં રોહિતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 32.07ની સરેરાશ સાથે 150ની સ્ટ્રાઈક રેટથી 417 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 105 રહ્યો હતો. 2011માં રોહિત મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયા છે. તેણે ટીમ માટે 199 આઈપીએલ મેચ રમી છે. 29.39ની સરેરાશ અને 129.86ની સ્ટ્રાઈક રેટથી 5,084 રન બનાવ્યા હતા. તેણે મુંબઈ માટે 195 ઇનિંગ્સમાં 1 સદી અને 34 અડધી સદી ફટકારી હતી, જેમાં સર્વોચ્ચ સ્કોર 109 રહ્યો હતો. 10 વર્ષમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પાંચ વખત(2013, 2015, 2017, 2019 અને 2020) ટ્રોફી જીતી હતી, અને ટીમ બે વખત પ્લેઓફ સુધી પહોંચી હતી. રોહિતના નેતૃત્વ હેઠળ મુંબઈ 2013માં આઈપીએલનો ખિતાબ જીત્યું હતું.

એક સમય પછી ખેલાડી માટે પૈસા મહત્ત્વના નથી...', રોહિત શર્મા માટે આવું કેમ બોલ્યો અશ્વિન? 2 - image


Google NewsGoogle News