અશ્વિનના નામે વધુ એક રેકોર્ડ, કુંબલેને પાછળ છોડી આવી સિદ્ધિ મેળવનાર વિશ્વનો ત્રીજો બોલર
ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે મુથૈયા મુરલીધરન ટોપ પર છે
Image:Twitter |
Ravichandran Ashwin : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝની ચોથી મેચમાં ભારતીય ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો છે. અશ્વિને ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં બે બોલમાં બેન ડકેટ અને ઓલી પોપને આઉટ કરતાની સાથે જ ભારતમાં ટેસ્ટ રમતા 350 વિકેટ પૂરી કરી હતી. અશ્વિને ભારતમાં કુલ 351 વિકેટ લીધી છે. હવે અશ્વિન ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડીને ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે.
અશ્વિને તોડ્યો કુંબલેનો રેકોર્ડ
અનિલ કુંબલેએ ભારતમાં પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 350 વિકેટ લીધી હતી. કુંબલેએ ભારતમાં 115 ટેસ્ટ રમીને કુલ 350 વિકેટ લીધી હતી. જયારે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં અશ્વિને સતત બે બોલમાં 2 વિકેટ લઈને કુલ 351 વિકેટ ઝડપી હતી. હવે અશ્વિન ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ ઉપરાંત હરભજન સિંહ ભારતમાં તેના ટેસ્ટ કરિયરમાં 265 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સિવાય કપિલ દેવે ભારતમાં રમાયેલી ટેસ્ટમાં કુલ 219 વિકેટ પોતાના નામે કરવામાં સફળતા મેળવી હતી.
ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
493 - મુથૈયા મુરલીધરન, શ્રીલંકામાં
434 - જેમ્સ એન્ડરસન, ઈંગ્લેન્ડમાં
351 - રવિચંદ્રન અશ્વિન, ભારતમાં
319 - શેન વોર્ન, ઓસ્ટ્રેલિયામાં
261 - ડેલ સ્ટેન, સાઉથ આફ્રિકામાં
229 - કર્ટની વોલ્શ, વેસ્ટ ઈન્ડિઝમાં
224 - ટિમ સાઉથી, ન્યુઝીલેન્ડમાં
168 - અબ્દુલ કાદિર, પાકિસ્તાનમાં