Get The App

'હું હજુ ઘણું ક્રિકેટ રમી શક્યો હોત પરંતુ...' અશ્વિને નિવૃત્તિ અંગે પહેલીવાર જાહેરમાં તોડ્યું મૌન

Updated: Jan 15th, 2025


Google News
Google News
'હું હજુ ઘણું ક્રિકેટ રમી શક્યો હોત પરંતુ...' અશ્વિને નિવૃત્તિ અંગે પહેલીવાર જાહેરમાં તોડ્યું મૌન 1 - image


R. Ashwin On Retirement: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન આર. અશ્વિને અધવચ્ચે જ અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ  જાહેર કરતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં. આ નિર્ણય પર અનેક અટકળો વહેતી થઈ હતી, જેના પર પૂર્ણવિરામ મૂકતાં  આર. અશ્વિને અંતે પોતાનું મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે, 'આ નિર્ણય મારો પોતાનો હતો, કોઈના દબાણમાં કે, અયોગ્ય વ્યવહારના કારણે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો નથી.'

અશ્વિનના આ નિર્ણયથી પિતા પણ ચોંકી ઉઠ્યા

અશ્વિનનો ઓસ્ટ્રેલિયામાં અચાનક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય તેના પિતાને પણ ચોંકાવનારો હતો. અશ્વિનના પિતાએ કહ્યું હતું કે, 'મારા પુત્રનું અપમાન થયુ હોવાથી તેણે અચાનક ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.' જો કે, અશ્વિને પિતાના આ નિવેદનને ખોટું ઠેરવ્યું હતું અને માફી પણ માગી હતી. 

અશ્વિને કર્યો મોટો ખુલાસો

અશ્વિને અચાનક ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા પાછળ મોટો ખુલાસો કર્યો છે, તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું છે કે, 'હું હજુ ઘણું ક્રિકેટ રમી શક્યો હોત પરંતુ મને લાગ્યું કે મારી ક્રિએટીવિટી પૂર્ણ થઈ ચૂકી છે. મેં અનુભવ્યું કે, મારૂ કામ અહીં પૂર્ણ થયું. આથી મેં સંન્યાસ લેવાનો નિર્ણય લીધો. હું વિચારી રહ્યો છું કે, જીવનમાં આગળ શું કરવું. તમારે બધાએ પણ સમજવુ પડશે કે, આ બધું આપમેળે થઈ જાય છે. મારી નિવૃત્તિ મારો પોતાનો નિર્ણય છે.'

આ પણ વાંચોઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ભારતીય ટીમને ઝટકો, ઈજાના કારણે આગામી ટુર્નામેન્ટ નહીં રમે સ્ટાર બેટ્સમેન!



‘ફક્ત રમવા ખાતર રમવું એના કરતાં ન રમવું સારૂ’

અશ્વિને વધુ કહ્યું હતું કે, 'મારા રિટાયરમેન્ટ પર ઘણા લોકોએ વિવિધ અટકળો લગાવી અને ઘણુ બધુ કહ્યું. પરંતુ તમામ નિર્ણય મારા પોતાના હતા. હું પ્રથમ ટેસ્ટ મેચ રમ્યો, બીજી ના રમ્યો, ત્રીજી ટેસ્ટમાં ફરી પાછો આવ્યો. પરંતુ સારૂ પર્ફોર્મન્સ આપી શક્યો નહીં. જેથી ચોથી ટેસ્ટ મેચ ન રમવાનો નિર્ણય લીધો. આ મારી ફેરવેલ ટેસ્ટ સીરિઝ હોવાથી મારૂ ખરાબ પર્ફોર્મન્સ હોવા છતાં મને ટીમમાં સામેલ કરવામાં આવતો. પરંતુ હું માનુ છું કે, ફક્ત રમવા ખાતર રમવું એના કરતાં ન રમવું વધુ સારૂ છે. હું રમત પ્રત્યે ઈમાનદાર રહેવા માગુ છું. જો હું ટીમમાં રમવા માટે લાયક થી, તો હું પોતે જ નહીં ઈચ્છું કે, મને તમે ટીમમાં સામેલ કરો. '

અશ્વિનનો અટકળો પર પૂર્ણવિરામ

અશ્વિને  રિટાયરમેન્ટ બાદ આ વીડિયો મારફત તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે. તેમજ પોતે પણ વિચારો નથી કરતો કે, 'આ મારી ફેરવેલ ટેસ્ટ હતી. હું વધુ સારૂ રમી શક્યો હોત. હું વધુ સારૂ પર્ફોર્મ કરી શક્યો હોત. આ પ્રકારના વિચારો હું વિચારતો જ નથી. જે પણ થયું તે મારો નિર્ણય છે. અને હું ઘણું શીખ્યો છું.'

'હું હજુ ઘણું ક્રિકેટ રમી શક્યો હોત પરંતુ...' અશ્વિને નિવૃત્તિ અંગે પહેલીવાર જાહેરમાં તોડ્યું મૌન 2 - image

Tags :
R-AshwinSports-NewsR-Ashwin-Retired

Google News
Google News