સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આશુતોષ શર્માની તોફાની બેટિંગ, 11 બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી

ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહે T20 World Cup 2007માં 12 બોલમાં ઇંગ્લેન્ડ સામે ફિફ્ટી ફટકારી હતી

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આશુતોષ શર્માની તોફાની બેટિંગ, 11 બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી 1 - image
Image:Social Media

Ashutosh sharma Score Fifty In 11 Balls : ભારતમાં રમાઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી(Syed Mushtaq Ali Trophy 2023)માં ગઈકાલે આશુતોષ શર્માએ તાબડતોડ બેટિંગ કરતા ઈતિહાસ રચી દીધો હતો. રેલ્વે તરફથી રમી રહેલા આશુતોષે અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સાથે જ તે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. ભારતના પૂર્વ દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહે T20 World Cup 2007માં 12 બોલમાં ઇંગ્લેન્ડ સામે ફિફ્ટી ફટકારી હતી.

આશુતોષે શાનદાર ફિફ્ટી ફટકારી 

આશુતોષે 12 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 ચોગ્ગો અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આશુતોષના 53 રનની મદદથી રેલ્વેની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 245 રન બનાવી લીધા હતા. આશુતોષ છટ્ઠા નંબરે બેટિંગ કરવા ઊતર્યો હતો. તેણે ઉપેન્દ્ર યાદવ સાથે 96 રનની ભાગીદારી કરી હતી. તેણે 19મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ઉપેન્દ્રે 51 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા.

રેલ્વેએ 127 રનથી શાનદાર જીત નોંધાવી

ટાર્ગેટનો પીછો કરતા અરુણાચલ પ્રદેશની ટીમ 18.1 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગઈ હતી. રેલ્વેએ 127 રનથી શાનદાર જીત નોંધાવી હતી. મધ્યપ્રદેશના રતલામમાં જન્મેલ આશુતોષ રેલ્વે માટે તેની બીજી T20 મેચ રમી રહ્યો છે. 25 વર્ષીય આશુતોષની આ એકંદરે 10મી T20 ડોમેસ્ટિક મેચ હતી. તેણે વર્ષ 2018માં મધ્યપ્રદેશ માટે T20 ડેબ્યૂ કર્યું હતું અને છેલ્લે વર્ષ 2019માં આ ફોર્મેટમાં મધ્યપ્રદેશ માટે રમ્યો હતો. તેણે વર્ષ 2019માં મધ્યપ્રદેશ માટે માત્ર એક જ 50 ઓવરની મેચ રમી છે. તેણે હજુ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી.   

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આશુતોષ શર્માની તોફાની બેટિંગ, 11 બોલમાં જ ફિફ્ટી ફટકારી દીધી 2 - image


Google NewsGoogle News