જવું છે તો જવા દો...: હાર્દિક પંડ્યા મુદ્દે આશિષ નહેરાએ પહેલીવાર તોડ્યું મૌન, નિવેદનથી ચોંક્યા ફેન્સ
આશિષ નેહરાએ કહ્યું કે, તેણે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સમાં પરત જવા માટે મનાવવાની કોશિશ નથી કરી
Image Twitter |
IPL T20 : ગુજરાત ટાઇટન્સના મુખ્ય કોચ આશિષ નેહરાએ કહ્યું કે, તેણે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સમાં પરત જવા માટે મનાવવાની કોશિશ નથી કરી, પરંતું તેણે સ્વીકાર્યું કે 22 માર્ચથી શરૂ થઈ રહેલી IPLમાં ટીમને સ્ટાર ઓલરાઉન્ડરના અનુભવની ખોટ રહેશે. પંડ્યા કે જેણે તેની ડેબ્યૂ સિઝનમાં ગુજરાતને IPLનું ટાઇટલ અપાવ્યું હતું અને ગયા વર્ષે ફાઇનલમાં પહોચાડી હતી. તે આગામી સિઝન માટે તેના કેપ્ટન માટે મુંબઈ ઇન્ડિયન્સમાં પરત આવી ગયો છે.
નેહરાએ પત્રકાર પરિષદમાં વાત કરતાં કહ્યું, 'કોઈપણ રમતમાં તમારે આગળ વધવાનું હોય છે. અને તેમા તમે અનુભવ નથી ખરીદી શકતા. હાર્દિક પંડ્યા કે મોહમ્મદ શમી જેવા કોઈને રિપ્લેસ કરવા સરળ નથી. પરંતુ આ શીખવા માટેની એક રીત છે અને આ રીતે ટીમ આગળ વધે છે.
પંડ્યા - નેહરાની જોડીએ ગુજરાત માટે પહેલી બે સિઝનમાં કમાલ કરી હતી અને આ સવાલ ઉઠાવવો વ્યાજબી હતો કે, શું હેડ કોચે કેપ્ટનને મુંબઈ ઈન્ડિયનમાં સામેલ થવાથી રોકવાની કોશિશ કરવામાં આવી હતી.
મેં પંડ્યાને રોકવા માટે મનાવવાી કોશિશ નથી કરી: નેહરા
નેહરાએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું, 'મેં પંડ્યાને રોકવા માટે મનાવવાી કોશિશ નથી કરી. તમે જેટલું વધારે રમો છો, તેટલો જ વધારે અનુભવ મેળવો છો. અને જો તે અન્ય કોઈ બીજી ફ્રેન્ચાઈઝીમાં જતો તો હું તેને રોકી શકત. તે અહીં બે વર્ષ રમ્યો, પરંતુ તે એવી ટીમમાં ગયો જ્યાં તે પહેલા 5-6 વર્ષ રમ્યો હતો.