Get The App

આશા ભોંસલેની પૌત્રી મોહમ્મદ સિરાજના પ્રેમમાં પડી? બંનેના જવાબથી લોકોના મોઢે તાળા વાગ્યા!

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
આશા ભોંસલેની પૌત્રી મોહમ્મદ સિરાજના પ્રેમમાં પડી? બંનેના જવાબથી લોકોના મોઢે તાળા વાગ્યા! 1 - image


Image Source: Twitter

Zanai Bhosle Break Silence On Dating Rumours: બોલિવુડની આઈકોનિક સિંગર આશા ભોંસલેની પૌત્રી જનાઈ ભોંસલે હાલમાં પોતાની ડેટિંગ લાઈફને લઈને ચર્ચામાં છે. જનાઈનું નામ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે જોડવામાં આવી રહ્યું છે. 

ડેટિંગની અફવા પર મૌન તોડ્યું

હકીકતમાં તાજેતરમાં જ જનાઈએ ગ્રાન્ડ અંદાજમાં પોતાનો 23મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીની જનાઈ અને ક્રિકેટર મોહમ્મદ સિરાજની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.  આ તસવીરમાં જનાઈ અને સિરાજ હસતા-હસતા વાતો કરી રહ્યા હતા. બંનેની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહી છે. ત્યારબાદ જોત-જોતામાં બંનેના રિલેશનશિપની અફવાઓ ઉડવા લાગી. ત્યારે હવે આવી સ્થિતિમાં જનાઈએ મોહમ્મદ સિરાજ સાથે ડેટિંગની અફવા પર પ્રતિક્રિયા આપી છે અને સત્ય જણાવીને અફવાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું છે. જનાઈએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર મોહમ્મદ સિરાજ સાથેની તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું- 'મારો પ્રિય ભાઈ'.

 આશા ભોંસલેની પૌત્રી મોહમ્મદ સિરાજના પ્રેમમાં પડી? બંનેના જવાબથી લોકોના મોઢે તાળા વાગ્યા! 2 - image

સિરાજે પણ જનાઈની ઈન્સ્ટા સ્ટોરી રી-શેર કરી

બીજી તરફ સિરાજે પણ જનાઈની ઈન્સ્ટા સ્ટોરીને રી-શેર કરીને લખ્યું- 'મેરી બહના જૈસી કઈ બહના નહી. બિના ઈસકે કહીં ભી મુજે રહના નહીં. જૈસે હૈ ચાંદ-સિતારો મેં....મેરી બહના હૈ એક હજારો મેં.' જનાઈ ભોંસલે અને મોહમ્મદ સિરાજે પોતાની પોસ્ટથી ડેટિંગની તમામ ખોટી અફવાઓ પર પૂર્ણ વિરા મૂકી દીધું છે. બંનેએ પોતાની પોસ્ટ દ્વારા એ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ બંને એક-બીજાને ભાઈ બહેન માને છે. 

આ પણ વાંચો: કોલ્ડપ્લે જોવા આવેલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે થયો કાંડ, વર્ષોની મહેનત બરબાદ!

કોણ છે જનાઈ

જનાઈની વાત કરીએ તો તે દિગ્ગજ સિંગર આશા ભોંસલેની પૌત્રી છે. જનાઈ ખુદ પણ એક સિંગર છે. તે શ્રદ્ધા કપૂરની કઝિન પણ છે. જનાઈ ટૂંક સમયમાં બોલિવુડમાં પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કરવા જઈ રહી છે. રિપોર્ટસ પ્રમાણે તે 'છત્રપતિ શિવાજી મહારાજ' ફિલ્મમાં દેખાશે. 


Google NewsGoogle News