Get The App

ગંભીરે કમાન સંભાળતા જ ટીમ ઈન્ડિયામાં ત્રણ મોટા વિવાદ: હાર્દિક-ગિલ મુદ્દે પણ ટેન્શન

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
ગંભીરે કમાન સંભાળતા જ ટીમ ઈન્ડિયામાં ત્રણ મોટા વિવાદ: હાર્દિક-ગિલ મુદ્દે પણ ટેન્શન 1 - image
File Photo

As Soon As Gambhir Became The Coach, Controversies Surfaced: ભારતે T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ગૌતમ ગંભીર ભારતીય ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે. તેની સામે તેમનો પહેલો પડકાર ભારતીય ટીમનો શ્રીલંકાનો પ્રવાસ છે. શ્રીલંકા સામેની સિરીઝ માટે એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરાયા છે કે જેની કોઈને અપેક્ષા પણ ન હતી. હાર્દિક પંડ્યાને કેપ્ટન ન બનાવાનો વિવાદ હજુ ચાલે છે, ત્યારે ચાલો જાણીએ કે ગૌતમ ગંભીર ટીમના મુખ્ય કોચ બનતા ક્યાં 3 વિવાદો શરૂ થયા છે.

1. હાર્દિકને કેપ્ટનશિપ ન અપાતા વિવાદ

હાર્દિક પંડ્યાને આઈપીએલ 2024માં તેના ખરાબ પ્રદર્શનને કારણે તેને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં તેણે T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને વર્લ્ડકપમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટનની જવાબદારી જેને તેણે ખુબ સારી રીતે નિભાવી હતી. પરંતુ શ્રીલંકા સામેની T20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપ ક્રિકેટ જગત બે જૂથોમાં વહેંચાઈ ગયું. તે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાંનો એક છે. અને તેની પાસે અનુભવ પણ છે. તેમ છતાં તેને કેપ્ટન કેમ ન બનાવ્યો તેનો લોકોમાં રોષ છે.

આ પણ વાંચો: રોહિતની જગ્યા લેવી સરળ નથી: કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવ સામે ત્રણ ચેલેન્જ

2. શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવાયો

ઝિમ્બાબ્વે પ્રવાસમાં શુભમન ગીલને ભારતીય ટીમની કેપ્ટનશિપ અપાયી હતી. તેના નેતૃત્વમાં ટીમે ઝિમ્બાબ્વેને સીરિઝમાં 4-1થી હરાવ્યું હતું. પરંતુ શ્રીલંકા સામેની સિરીઝમાં તેને વાઈસ કેપ્ટન બનાવવો એ ચર્ચાનો વિષય બની ગયો છે. ગિલ માત્ર 24 વર્ષનો છે અને ટીમમાં તેના કરતા વધુ અનુભવી ખેલાડીઓ છે. જો સૂર્યકુમાર યાદવને શ્રીલંકા સામેની T20 ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે, તો તેની સાથે હાર્દિકને વાઇસ કેપ્ટન બનાવી શકાયો હોત. સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ થઈ ગયું છે કે ગંભીરના આવતાની સાથે જ તે શુભમન ગિલને બળપૂર્વક ભારતીય ટીમનો પોસ્ટર બોય બનાવવા માંગે છે.

આ પણ વાંચો: ના હોય! પંત દિલ્હી કેપિટલ્સનો સાથ છોડશે? IPLની સૌથી ધુરંધર ટીમમાં જોડાશે!

3. ઋતુરાજ અને અભિષેકને ટીમમાં સ્થાન ન અપાયું

ઋતુરાજ ગાયકવાડે અત્યાર સુધીમાં T20 મેચની 20 ઇનિંગ્સમાં 39.5ની એવરેજથી 633 રન બનાવ્યા છે. ઝિમ્બાબ્વે પ્રવાસ પર તેણે બે અલગ-અલગ ક્રમમાં બેટિંગ કરીને ત્રણ ઇનિંગ્સમાં 133 રન બનાવ્યા હતા. જ્યાં અન્ય ખેલાડીઓ બેટિંગ માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે ગાયકવાડ સતત સારી બેટિંગ કરી રહ્યો હતો. સારો દેખાવ કરવા છતાં પણ તેને ટીમમાં અપાયું નથી.

બીજી તરફ અભિષેક શર્માએ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. જો કે પહેલી મેચમાં તે શૂન્ય પર આઉટ થઇ ગયો હતો. પરંતુ બીજી મેચમાં તેણે 47 બોલમાં 100 રન ફટકારીને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. હજુ પણ તેને શ્રીલંકા સામેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.


Google NewsGoogle News