Get The App

ભારતીય ખેલાડીએ પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં કરી મોટી ભૂલ, ICCએ લગાવી ફટકાર

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
ભારતીય ખેલાડીએ પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં કરી મોટી ભૂલ, ICCએ લગાવી ફટકાર 1 - image

Arundhati Reddy : ICC મહિલા T20 વર્લ્ડકપ 2024માં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન ICC આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ભારતીય ઝડપી બોલર અરુંધતી રેડ્ડીને ઠપકો આપવામાં આવ્યો છે. રેડ્ડીને ICC આચાર સંહિતાના લેવલ 1 માટે દોષિત ઠેરવી છે. રેડ્ડીએ પોતાની ભૂલ સ્વીકારી અને અમીરાત ICC ઇન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરીના શાન્દ્રે ફ્રિટ્ઝ દ્વારા પ્રસ્તાવિત મંજૂરીને સ્વીકારી લીધી હતી. જેને કારણે ઔપચારિક સુનાવણીની જરૂર ન હતી.

અરુંધતિ રેડ્ડીને ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટેની ICC આચાર સંહિતાની કલમ 2.5નો ભંગ કર્યો હોવાનું જણાયું હતું. આ કલમ આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બેટર આઉટ થાય ત્યારે અપમાનજનક ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવ કે આક્રમક પ્રતિક્રિયાનો ઉપયોગ કરવાને સંબંધિત છે.

આ સમગ્ર ઘટના પાકિસ્તાનની ઈનિંગની છેલ્લી ઓવરમાં બની હતી. જ્યારે રેડ્ડીએ નિદા ડારને આઉટ કર્યા બાદ પેવેલિયન તરફ ઈશારો કર્યો હતો. આ સિવાય રેડ્ડીના શિસ્તના રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. કારણ કે 24 મહિનાના સમયગાળામાં આ તેની પહેલી ભૂલ હતી.

લેવલ 1ના ઉલ્લંઘન માટે ન્યૂનતમ દંડ સત્તાવાર ઠપકો, અને મહત્તમ દંડ ખેલાડીની મેચ ફીના 50 ટકા અને 1 અથવા 2 ડિમેરિટ પોઈન્ટ છે. પાકિસ્તાન સામેની મેચમાં રેડ્ડીએ માત્ર 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તેના આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું.

ભારતીય ખેલાડીએ પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં કરી મોટી ભૂલ, ICCએ લગાવી ફટકાર 2 - image


Google NewsGoogle News