અર્શદીપ સિંહે તોડ્યો ચહલનો રૅકોર્ડ, ભારત માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપી
Arshdeep Singh breaks Yuzvendra Chahal record : અર્શદીપ સિંહ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ક્રિકેટર બની ગયો છે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ઇડન ગાર્ડન્સમાં રમાયેલી પ્રથમ T20 મેચની પહેલી જ ઓવરમાં તેણે સોલ્ટને પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યાર બાદ ત્રીજી ઓવરમાં તેણે ડકેટની વિકેટ ઝડપી હતી. અર્શદીપે માત્ર 61 મેચમાં 97 વિકેટ ઝડપી યુઝવેન્દ્ર ચહલનો 96 વિકેટનો રૅકોર્ડ તોડી દીધો હતો. જો કે ચહલે આ 96 વિકેટ્સ 80 મેચમાં ઝડપી છે. ત્રીજા ક્રમે સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમાર છે જેણે 87 મેચમાં 90 વિકેટ ઝડપી છે.
T20માં ભારત માટે સૌથી વધુ વિકેટ્સ લેનાર બોલર
97 અર્શદીપ સિંહ (61 મેચ)
96 યુઝવેન્દ્ર ચહલ (80)
90 ભુવનેશ્વર કુમાર (87)
89 જસપ્રીત બુમરાહ (70)
89 હાર્દિક પંડ્યા (110)
ભારત માટે અર્શદીપનું મહત્ત્વપૂર્ણ યોગદાન
વર્ષ 2022માં અર્શદીપ સિંહે T20I ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે ભારતીય ટીમનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. ભારત માટે અત્યાર સુધીમાં તેણે T20I મેચમાં 96 વિકેટ અને વનડે ક્રિકેટમાં 12 વિકેટ લીધી છે. અર્શદીપે વર્ષ 2024ના T20 વર્લ્ડકપમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે ભારત માટે સૌથી વધુ 17 વિકેટ લીધી હતી. તેણે ભારતને T20 વર્લ્ડકપ 2024ને જીતાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.