Get The App

T20I ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો અર્શદીપે, બુમરાહ-ભુવનેશ્વરને પછાડી બન્યો સૌથી સફળ ઝડપી બોલર

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
T20I ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો અર્શદીપે, બુમરાહ-ભુવનેશ્વરને પછાડી બન્યો સૌથી સફળ ઝડપી બોલર 1 - image

 

Arshdeep Singh Most Wicket Taker in T20I : ગઈકાલે સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે ઈતિહાસ રચી દીધો. આ સાથે તેણે ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહને પાછળ છોડીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટ લેવાના મામલે અર્શદીપ ટીમ ઈન્ડિયા માટે સૌથી સફળ ફાસ્ટ બોલર બની ગયો છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી T20 મેચમાં અર્શદીપે ત્રણ વિકેટ ઝડપી હતી.

90 થી વધુ વિકેટ લેનારો પહેલો બોલર બન્યો 

સેન્ચુરિયનમાં 3 વિકેટ સાથે અર્શદીપ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 90 થી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો. અર્શદીપ સિંહ પહેલા ભુવનેશ્વર કુમારે ભારત માટે આ સિદ્ધિ મેળવી હતી. ભુવીએ 87 મેચમાં 90 વિકેટ ઝડપી હતી જ્યારે અર્શદીપ સિંહે માત્ર 59 મેચમાં 92 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહે આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે 89 વિકેટ લીધી છે. તેણે ભારત માટે કુલ 70 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ રીતે અર્શદીપે બંને બોલરોને પાછળ છોડી દીધા.

યુઝવેન્દ્ર ચહલ આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ... 

જો કે, ભારત માટે આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર યુઝવેન્દ્ર ચહલ છે. ચહલે 80 મેચમાં 96 વિકેટ લીધી છે. અર્શદીપ વધુ 5 વિકેટ લેતાં જ તે ભારતના સૌથી સફળ ફાસ્ટ બોલરમાંથી સૌથી સફળ ભારતીય બોલર બની જશે. આ તમામ બોલરોની સરખામણીમાં અર્શદીપ સિંહે આ સિદ્ધિ ઓછી મેચોમાં મેળવી છે. અર્શદીપ આ સિરીઝમાં 5 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. વરુણ ચક્રવર્તીએ તેના કરતા વધુ વિકેટ લીધી છે. તેણે 10 વિકેટ લીધી છે.

ભારત માટે સૌથી વધુ T20I વિકેટ કોણે લીધી? 

96 - યુઝવેન્દ્ર ચહલ

92 -અર્શદીપ સિંહ

90 - ભુવનેશ્વર કુમાર

89 -જસપ્રિત બુમરાહ

T20I ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો અર્શદીપે, બુમરાહ-ભુવનેશ્વરને પછાડી બન્યો સૌથી સફળ ઝડપી બોલર 2 - image




Google NewsGoogle News