ઈમરાન-અકરમની ક્લબમાં જોડાયું અરશદ નદીમનું નામ, પાકિસ્તાનનું એલાન, મળશે બીજું સૌથી સર્વોચ્ચ સન્માન

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
ઈમરાન-અકરમની ક્લબમાં જોડાયું અરશદ નદીમનું નામ, પાકિસ્તાનનું એલાન, મળશે બીજું સૌથી સર્વોચ્ચ સન્માન 1 - image


Arshad Nadeem Will Get Pakistan Second Highest Honor: પેરિસ ઓલિમ્પિકસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી અરશદ નદીમ પોતાના દેશ પાકિસ્તાન પરત ફરી ગયો છે. પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર વિમાન ઉતરતાની સાથે જ તેનું જોરદાર સ્વાગત કરાયું હતું. અરશદ નદીમનું વિમાન અડધી રાત્રે લાહોર એરપોર્ટ પર ઉતર્યું હતું પરંતુ તેના પછી પણ ચાહકોની ભીડ ઓછી થઇ ન હતી. અરશદને લઈને પાકિસ્તાનના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પાકિસ્તાનની સરકારે અરશદ નદીમને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન આપવાની જાહેરાત કરી હતી.

પાકિસ્તાની સરકારે અરશદને જે સન્માન આપવાની વાત કરી છે તે સન્માન મેળવનાર તે 5મો ખેલાડી બની જશે. સરકાર અરશદ નદીમને દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન 'હિલાલ-એ-ઈમ્તિયાઝ' આપવાની છે. આ સન્માન સૌથી પહેલા ઈમરાન ખાનને વર્ષ1992માં અપાયું હતું. બાદ આ સન્માન વર્ષ 1997માં સ્ક્વોશ ખેલાડી જંશેર ખાનને આપવામાં આવ્યું હતું. પછી વર્ષ 2019માં તે વકાર યુનુસ અને વસીમ અકરમને આપવામાં આવ્યું હતું. હવે અરશદ નદીમ હિલાલ-એ-ઈમ્તિયાઝ મેળવનાર 5મો ખેલાડી હશે.

આ પણ વાંચો: પેરિસમાં ભારતનું રાષ્ટ્રગાન ન વાગી શક્યું...: સિલ્વર મેડલ જીત્યા બાદ છલકાયું નીરજ ચોપરાનું દર્દ

અરશદના સ્વાગત માટે પાકિસ્તાનમાં જોરદાર તૈયારી

હવે જ્યારે સફળતા મોટી થશે ત્યારે ઉજવણી પણ એટલી જ મોટી થશે. અરશદ નદીમની સફળતાને લઈને પાકિસ્તાનમાં લાહોર હોય કે કરાચી, શહેરના દરેક ચોક પર તેના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા તેના ગામ મિયાં ચુન્નુમાં કાચા રસ્તાનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. જેથી અરશદના સ્વાગતમાં કોઈ અડચણ ન ઉભી થાય.

ઈમરાન-અકરમની ક્લબમાં જોડાયું અરશદ નદીમનું નામ, પાકિસ્તાનનું એલાન, મળશે બીજું સૌથી સર્વોચ્ચ સન્માન 2 - image


Google NewsGoogle News