Get The App

શ્રીલંકાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટનને તમે આળખી નહીં શકો, કપિલ દેવ સાથેનો ફોટો થયો વાયરલ

Updated: Jul 17th, 2024


Google NewsGoogle News
શ્રીલંકાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટનને તમે આળખી નહીં શકો, કપિલ દેવ સાથેનો ફોટો થયો વાયરલ 1 - image


Image Source: Twitter

Arjuna Ranatunga Photo Viral: ક્રિકેટના ખેલમાં જ્યારે પણ ભારે-ભરખમ શરીર વાળા ક્રિકેટર્સનો ઉલ્લેખ થાય છે ત્યારે ચાહકોના મનમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન અર્જુના રણતુંગા (Arjuna Ranatunga)ની તસવીર સામે આવે છે. 1996માં શ્રીલંકાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર આ બેટ્સમેન ભલે શરીરથી ભારે હતા પરંતુ પેતાના દેશ માટે મોટી-મોટી સંઘર્ષભરી ઈનિંગ રમવામાં માહિર હતો. તેઓ વ્યૂહરચના બનાવવામાં પણ કમાલના હતા. પરંતુ એક સમયે ભારે-ભરખમ શરીર વાળા રણતુંગાની તાજેતરની તસવીરો ચાહકોને હેરાન કરી રહી છે. તેણે પોતાનો વજન આશ્ચર્યજનક સ્તર સુધી ઘટાડી દીધો છે, જેના પર હવે ચાહકોને વિશ્વાસ નથી થઈ રહ્યો. તેની તાજેતરની તસવીર ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ (Kapil Dev) સાથે વાયરલ થઈ રહી છે. 

રણતુંગાનું વજન આશ્ચર્યજનક સ્તરે ઘટ્યું

જોકે, હજું સુધી એ સ્પષ્ટ નથી થયું કે, શું રણતુંગાએ પોતાનો વજન પોતાની ઈચ્છાથી ઘટાડ્યો છે કે, પછી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાના કારણે તેમનું વજન ઘટી ગયું છે. પરંતુ રણતુંગાનું વજન આશ્ચર્યજનક સ્તરે ઘટી ગયું છે અને તેની તસવીરો જોઈને તેને ઓળખવો પણ મુશ્કેલ છે. તેની તાજેતરની તસવીરો જોઈને એ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે, તે એક સમયે વધુ વજન ધરાવતા ખેલાડી હતા. 

ચાહકો તસવીર જોઈને હેરાન

સોશિયલ મીડિયા પર ચાહકો ભલે કપિલ દેવ સાથેની તેની તસવીર જોઈને હેરાન થઈ રહ્યા છે પરંતુ તેની આ ચોંકાવનારી તસવીરો ગત વર્ષે ત્યારે સામે આવી હતી જ્યારે તેઓ એશિયા કપ દરમિયાન ક્રિકેટ એક્સપર્ટ તરીકે પોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા. 

કપિલ દેવ સાથે નવી તસવીરમાં જ્યારે ચાહકોએ રણતુંગાને જોયા તો તેઓ હેરાન રહી ગયા અને તેમાંથી કેટલાકે પૂછયું કે, આ આશ્ચર્યજનક છે. શું રણતુંગા સાથે બધુ બરાબર તો છે ને? અન્ય એક ચાહકે લખ્યું કે, જો આ રણતુંગા છે તો પછી તેમની સાથે શું થયું? 

18 વર્ષ સુધી ક્રિકેટમાં પોતાની સેવા આપી

એક અન્ય ચાહકે લખ્યું કે, શ્રીમાન રણતુંગા અદ્ભૂત દેખાઈ રહ્યા છે. એવું લાગે છે કે, તેઓ ક્રિકેટ મેદાનમાં વાપસી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, શ્રીલંકા માટે 18 વર્ષ સુધી ક્રિકેટમાં પોતાની સેવા આપ્યા બાદ રણતુંગા દેશના રાજકારણમાં સામેલ થઈ ગયા અને તેઓ અલગ-અલગ સમયે દેશની સરકારમાં મંત્રીમંડળના સભ્ય પણ રહ્યા છે. તેમણે શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં પણ વહીવટી સેવા આપી છે.

આ લેફ્ટી બેટ્સમેને પોતાના કરિયરમાં 93 ટેસ્ટ અને 269 વનડે મેચ રમી છે. તેણે ટેસ્ટમાં 5105 રન અને વનડેમાં 7456 રન બનાવ્યા છે. બંને જ ફોર્મેટમાં તેના નામે 4-4 સદી છે. આ સમયગાળા દરમિયાન તેણે ટેસ્ટમાં 16 અને વનડેમાં 79 વિકેટ પોતાના નામે કરી હતી. 


Google NewsGoogle News