Get The App

જોરદાર વાપસી માટે તૈયાર અર્જુન તેંડુલકર! આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મચાવશે તરખાટ

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
જોરદાર વાપસી માટે તૈયાર અર્જુન તેંડુલકર! આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મચાવશે તરખાટ 1 - image


Image: Facebook

Arjun Tendulkar Comeback: ભારતના મહાન ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે લાંબા સમયથી કોઈ મોટી ટુર્નામેન્ટ રમી નથી પરંતુ હવે તેનો રાહ ખતમ થવા જઈ રહી છે. તે રણજી ટ્રોફીમાં ગોવા માટે વાપસી કરવા માટે તૈયાર છે. ગોવાનો આ ઓલરાઉન્ડર નાગાલૅન્ડ વિરુદ્ધ રણજી ટ્રોફીના પ્લેટ ગ્રૂપ ફાઇનલમાં રમતો નજર આવી શકે છે.

ગોવાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી દરમિયાન અર્જુનને ટીમથી બહાર કરી દીધો હતો પરંતુ તે રણજી સિઝનમાં ટીમનો ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. અર્જુને અત્યાર સુધી 4 મેચમાં 16 વિકેટ લીધી છે. ફાઇનલમાં તે 20 વિકેટનો આંકડો પાર કરી શકે છે. ગોવા અને નાગાલૅન્ડની વચ્ચે ફાઇનલ 23થી 27 જાન્યુઆરી સુધી દીમાપુરમાં રમાશે. આ રીતે ગોવા માટે મેચમાં અર્જુનની ભૂમિકા મહત્ત્વની હશે.

આ પણ વાંચો: રણજી મેચમાં ઈજાગ્રસ્ત થયો ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર, છોડવું પડ્યું મેદાન: IPL ઓક્શનમાં મળ્યા હતા 23 કરોડ રૂપિયા

અર્જુન તેંડુલકરનું કરિયર

અર્જુન 2022/23 સિઝન પહેલા ગોવા જતો રહ્યો હતો. ગોવામાં સામેલ થયા પહેલાં તે ટી20 ક્રિકેટ રમી ચૂક્યો હતો. તેણે રણજી ટ્રોફીમાં યાદગાર ડેબ્યૂ કર્યું અને રાજસ્થાન વિરુદ્ધ સદી ફટકારી હતી. સચિનના પુત્રે અત્યાર સુધી 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ એ અને 24 ટી20 મેચ રમી છે. અર્જુને રેડ-બોલ ક્રિકેટમાં 37 અને વ્હાઇટ-બોલ ક્રિકેટમાં 52 વિકેટ લીધી છે.

IPLમાં મુંબઈ માટે રમતો દેખાશે અર્જુન

અર્જુન પ્લેટ ગ્રૂપ રણજી ટ્રોફી ફાઇનલ બાદ આ વર્ષે આઇપીએલમાં પાછો ફરશે, જ્યાં તે પાંચ વખતની ચેમ્પિયન્સ મુંબઈ ઇન્ડિયન્સનો ભાગ છે. ગયા વર્ષે થયેલી મેગા ઓક્શનમાં મુંબઈની ટીમે તેને તેના બેઝ પ્રાઇઝ 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ટીમમાં અર્જુન વર્ષ 2021થી છે. આઇપીએલ 2022ના મેગા ઓક્શનમાં તેને 30 લાખ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. 2023માં અર્જુનની લાંબી રાહ ખતમ થઈ, જ્યાં તેને આઇપીએલમાં ડેબ્યૂ કરવાની તક મળી.


Google NewsGoogle News