VIDEO: અર્જૂન તેંડુલકરે કર્યો કમાલ, નવ વિકેટ ખેરવી મેદાનમાં મચાવી ધમાલ, ટીમને પણ જીતાડી

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
VIDEO: અર્જૂન તેંડુલકરે કર્યો કમાલ, નવ વિકેટ ખેરવી મેદાનમાં મચાવી ધમાલ, ટીમને પણ જીતાડી 1 - image

Arjun Tendulkar : ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે અર્જુન તેંડુલકરે પોતાની તોફાની બોલિંગ દ્વારા કર્ણાટકમાં ચાલી રહેલી 'ડોક્ટર કે થીમપ્પિયા મેમોરિયલ' ટુર્નામેન્ટમાં ગોવા તરફથી રમતી વખતે KSCA XI(The Karnataka State Cricket Association) ટીમની સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ રેડ બોલ ટૂર્નામેન્ટમાં અર્જુને ગોવાને 189 રનથી જીત અપાવવામાં મદદ કરી હતી. ગોવા ક્રિકેટ એસોસિએશન માટે અર્જુને મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. પહેલી ઇનિંગમાં તેણે 5 અને બીજી ઈનિંગમાં  4 વિકેટ ઝડપી હતી.

KSCA XIની પહેલી ઇનિંગમાં અર્જુન તેંડુલકરે માત્ર 41 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અર્જુને એકલા હાથે KSCA XIના પહેલ પાંચ બેટરમાંથી ચારને આઉટ કર્યા હતા. અને પછી તેણે અક્ષન રાવની વિકેટ લઈને તેની પાંચ વિકેટ પૂરી કરી હતી. પહેલી ઇનિંગમાં KSCA XIની માત્ર 103 રન જ કરી શકી હતી. સામે ગોવા ક્રિકેટ એસોસિએશનની ટીમે પહેલી ઇનિંગમાં 413 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. અભિનવ તેજરાનાએ 109 રનની શાનદાર ઇનિંગ રમી હતી. મંથન ખુટકરે 69 રન અને અર્જુન તેંડુલકરે 18 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો : ડ્રાઈવરને મારવા ટ્રક પર ચઢી ગયો હતો ગૌતમ ગંભીર: આકાશ ચોપડાએ શેર કર્યો કિસ્સો

બીજી ઈનિંગમાં પણ અર્જુને ફરી શાનદાર બોલિંગ કરી હતી. KSCA XIની ટીમ માત્ર 121 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, અને આ વખતે પણ સૌથી વધુ વિકેટો અર્જુને લીધી હતી. તેણે બીજી ઇનિંગમાં 55 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ રીતે અર્જુને કુલ 9 વિકેટ પોતાના નામે કરી હતી. અર્જુને તેના પ્રદર્શનનો એક વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

અર્જુન માટે અગામી રણજી ટ્રોફી ખૂબ મહત્વપૂર્ણ છે. ગોવા માટે કરેલા શ્રેષ્ઠ પ્રદર્શન અર્જુન માટે આગળનો માર્ગ મોકળો કરી શકે છે. અર્જુને ફર્સ્ટ ક્લાસ 13 મેચમાં 21 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે બેટિંગમાં પણ સારો દેખાવ કર્યો છે. તે રણજી ટ્રોફીમાં સદી ફટકારી ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં 481 રન બનાવ્યા છે.


Google NewsGoogle News