Get The App

અશ્વિનના સંન્યાસ અંગે વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર : કહ્યું - 'તમે કેરમ બોલથી બોલ્ડ કરી દીધો..'

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
R Ashwin


Ravichandran Ashwin: ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને હાલમાં જ બ્રિસ્બેનમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ સંન્યાસ લેવાનો નિર્ણય જાહેર કરતાં ચાહકો સ્તબ્ધ થયા હતા. અશ્વિનના આ સંન્યાસની નોંધ સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી છે, અને પત્ર લખી ભારતીય ક્રિકેટમાં અશ્વિનના યોગદાનને બિરદાવ્યો છે.

અશ્વિને સંન્યાસ જાહેર કરતાં જણાવ્યું હતું કે, તે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે. ટેસ્ટ મેચમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સની યાદીમાં અશ્વિન બીજા ક્રમે છે. 

અશ્વિનના સંન્યાસ અંગે વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર : કહ્યું - 'તમે કેરમ બોલથી બોલ્ડ કરી દીધો..' 2 - image

અશ્વિનના સંન્યાસ અંગે વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર : કહ્યું - 'તમે કેરમ બોલથી બોલ્ડ કરી દીધો..' 3 - image

PM મોદીએ અશ્વિન માટે લખ્યો પત્ર

વડાપ્રધાને પત્ર લખી ઓફ સ્પિનરની પ્રતિબદ્ધતાને સલામ કરી છે. અશ્વિનના વખાણ કરતાં તેને ભારતના મહાન ખેલાડીઓ પૈકી એક છે. ટી20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન વિરૂદ્ધ લેગ સાઈડ પર ફેંકેલા વાઈડ બોલને પણ યાદ કર્યો છે. મોદીએ લખ્યું છે કે, તે સમય જ્યારે સૌથી વધુને વધુ ઓફ સ્પિનની અપેક્ષા હતી, તે સમયે તમે કેરમ બોલ ફેંકી બોલ્ડ કર્યો હતો. જો કે, બધા જાણે છે કે, સંન્યાસનો નિર્ણય તમારા માટે કેટલો મુશ્કેલ રહ્યો હશે. ખાસ કરીને એક ખેલાડી રીતે આટલી શ્રેષ્ઠ કારકિર્દી બાદ... મહેનત, કાર્ય કૌશલ્ય અશ્વિનને તેમની કારકિર્દીના અંતમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમે તમારી ટીશર્ટ નંબર 99ને ખૂબ યાદ કરીશું.

મેચને યાદ કરી

પીએમ મોદીએ અશ્વિનની શાનદાર ક્રિકેટ સેન્સને યાદ કરી હતી. તેમણે ટી20 વર્લ્ડ કપ 2022માં પાકિસ્તાન વિરૂદ્ધ અશ્વિનની આકર્ષક અને ચાતુર્યપૂર્વક બોલિંગના વખાણ કર્યા હતા. વડાપ્રધાને વધુમાં લખ્યું હતું કે, સામાન્ય રીતે લોકો ખેલાડીઓના અમુક આકર્ષક શોટ્સ યાદ રાખ છે. પરંતુ તમને લોકો અલગ રીતે યાદ કરશે. તમારા આકર્ષક શોટ્સ અને ટી20 વર્લ્ડ કપ 2022માં બોલિંગ છોડવાનો નિર્ણય યાદ કરશે. તમારા વિજયી શોટએ તમામને ખુશ કર્યા હતા.

અશ્વિનના સંન્યાસ અંગે વડાપ્રધાન મોદીએ લખ્યો પત્ર : કહ્યું - 'તમે કેરમ બોલથી બોલ્ડ કરી દીધો..' 4 - image


Google NewsGoogle News