RCBએ અનુષ્કા શર્માને શા માટે ના ખરીદી? નિરાશ થયા ફેન્સ, સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા

સૌથી વધારે બે કરોડ રુપિયાની કિંમત ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડ અને ભારતની યુવા ઓલરાઉન્ડર કાશ્વી ગૌતમને મળી હતી

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
RCBએ અનુષ્કા શર્માને શા માટે ના ખરીદી? નિરાશ થયા ફેન્સ, સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચા 1 - image
Image Twitter 

તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર 

મહિલા પ્રીમિયર લીગના બીજી સીઝન માટે ખેલાડીઓની ખરીદી પુરી થઈ. તમામ પાંચ ફ્રેન્ચાઈઝીએ મળીને કુલ 30 ખેલાડીઓને ખરીદ્યા અને દરેક ફ્રેન્ચાઈઝીએ તેના ખેલાડીઓની કુલ સંખ્યા 18 કરી લીધી છે. સૌથી વધારે બે કરોડ રુપિયાની કિંમત ઓસ્ટ્રેલિયાઈ ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડ અને ભારતની યુવા ઓલરાઉન્ડર કાશ્વી ગૌતમને મળી હતી. તો વૃંદા દિનેશને 1.3 કરોડ રુપિયા મળ્યા. જો કે ચમારી અટાપટુ અને ડિએંડ્રા ડોટિન જેવી મોટી ખેલાડીઓેને કોઈ ખરીદનાર ન મળ્યું. 

ભારતીય ખેલાડી અનુષ્કા શર્મા પર કોઈ ટીમે દાવ ન લગાવ્યો અને તે ચર્ચામાં આવી ગઈ. તેનું નામ ભારતીય અભિનેત્રી અને વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માથી જોડી દીધી છે. તેના કારણે તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે. 

એક યુઝરે લખ્યું કે અનુષ્કા શર્માને ખરીદનાર કોઈ ન મળ્યું

ચાહકોએ અનુષ્કા શર્માને વિરાટ કોહલી અને આરસીબી સાથે જોડી દીધી. તેમા એક યુઝરે લખ્યું કે અનુષ્કા શર્માને ખરીદનાર કોઈ ન મળ્યું. આ પછી આશ્ચર્ય ચકીત કરનાર ઈમોજી શેર કરીને આગળ લખ્યું હતું કે, શું RCB વાળા લઈ લેતા.!

જે ખેલાડીને ખરીદનાર નથી મળ્યો તે કોઈ બીજુ છે

તેનો જવાબ આપતાં અનુષ્કા શર્માની ફિલ્મ ચકદા એક્સપ્રેસની તસ્વીર શેર કરતા એક ચાહકે લખ્યું કે, તેને મહિલા પ્રીમિયર લીગની નીલામીમાં ખરીદાર ન મળ્યા, જો કે જે ખેલાડીને ખરીદનાર નથી મળ્યો તે કોઈ બીજુ છે. 

તો કોણ છે આ ક્રિકેટર અનુષ્કા શર્મા...

અનુષ્કા શર્મા મધ્યપ્રદેશની ક્રિકેટર છે, તે ઓલરાઉન્ડર છે. ખુબ સારી બેટિંગ કરી શકે છે. સાથે સાથે તે સરસ રીતે સ્પિન બોલિંગ કરી શકે છે. તેનું પૂરું નામ અનુષ્કા બ્રીજમોહન શર્મા છે. તેણે સ્થાનિક ક્રિકેટમાં ઘણી વખત મેચ જીતાડીને સારુ પ્રદર્શન કર્યુ છે. હાલમા જ તે ઈન્ડિયા Bટીમની કેપ્ટન તરીકે પણ પસંદગી પામી છે અને કેપ્ટનશિપની સાથે સાથે તે બોલિંગ અને બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતું તેનું પ્રદર્શન એટલું સારું નહોતું કે, તેને IPLની ટીમ તેના પર દાવ લગાવી શકે. 



Google NewsGoogle News