વિરાટ કોહલી અને અનુષ્કાએ ઑસ્ટ્રેલિયામાં ઉજવી સાતમી વેડિંગ એનિવર્સરી, તસવીરો વાયરલ
Anushka And Virat Wedding Anniversary Celebration: અભિનેત્રી અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલી સાથે સુંદર સમય પસાર કર્યો હતો. એનિવર્સરીના બે દિવસ પછી, તેઓએ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો અને બતાવ્યું કે બંનેએ કેટલી સાદગીથી પોતાની એનિવર્સરી ઉજવી હતી.
ઑસ્ટ્રેલિયામાં ઉજવી વેડિંગ એનિવર્સરી
ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ ઑસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં પોતાની વેડિંગ એનિવર્સરી ઉજવી હતી. શુક્રવારે સવારે જ્યારે બંને બ્લૂઝ વર્લ્ડની મુલાકાતે ગયા ત્યારે અનુષ્કાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી.
અનુષ્કાએ વિરાટ સાથે પોસ્ટ કરી સેલ્ફી
જેમાં પ્રથમ તસવીરમાં અનુષ્કાએ તેના ટેસ્ટી ફૂડ બર્ગર અને ફ્રાઇસની તસવીર શેર કરતાં બ્લુ હાર્ટ ઇમોજી સાથે લખ્યું હતું કે 'બેસ્ટ ડે એવર.' અનુષ્કાએ પોતાની અને વિરાટની એક સેલ્ફી પણ પોસ્ટ કરી હતી.
અનુષ્કા શર્મા-વિરાટ કોહલીની વર્ષગાંઠ
અનુષ્કા તેના ડે આઉટ માટે સફેદ ડ્રેસ સાથે ક્યૂટ હેડબેન્ડ પહેરેલી જોવા મળી હતી. જ્યારે વિરાટ બ્લુ ટી-શર્ટ અને ડેનિમ અને લાલ કેપ પહેરેલો જોવા મળ્યો હતો.
કપલે 7મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી
ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ 7મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી કરી હતી. બંનેએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા. વિરાટ અને અનુષ્કા ભારતના સૌથી પ્રખ્યાત સ્ટાર કપલ છે.