Get The App

રોહિત શર્મા રચશે ઈતિહાસ, ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ખાસ રેકોર્ડ પોતાના નામે કરશે

ઈન્દોરમાં અફઘાનિસ્તાન સામેની ટી20 મેચ ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે ખાસ રહેશે

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
રોહિત શર્મા રચશે ઈતિહાસ, ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ખાસ રેકોર્ડ પોતાના નામે કરશે 1 - image


Most T20 Match Record: ભારતીય કેપ્ટન રોહિત શર્મા આજે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરશે. તે વિશ્વમાં સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પુરૂષ ક્રિકેટર પણ છે. અત્યાર સુધી રોહિતે ટી20 ઈન્ટરનેશનલમાં 4 સદીની મદદથી 3853 રન બનાવ્યા છે, જેમાં તેનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર 118 રન છે.

ટી20માં રોહિત શર્માનો રેકોર્ડ

મેચ - 149

રન- 3853

એવરેજ- 30.58

સ્ટ્રાઈક રેટ- 139.15

સદી - 4

અડધી સદી- 29

રોહિત શર્માએ 2007 ટી20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે તેની ડેબ્યૂ ટી20 મેચ રમી હતી. આ જ મેચમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. બીજી મેચમાં રોહિતને દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વખત બેટિંગ કરવાની તક મળી હતી. રોહિતે મુશ્કેલ પરિસ્થિતિમાં અડધી સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી. ફાઈનલમાં પણ પાકિસ્તાન સામે 20 વર્ષના રોહિતે 16 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી.

સૌથી વધુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ક્રિકેટરોની લિસ્ટ:

રોહિત શર્મા, ભારત: 149 મેચ

પોલ સ્ટર્લિંગ, આયર્લેન્ડ: 134 મેચ

જ્યોર્જ ડોકરેલ, આયર્લેન્ડ: 128 મેચ

શોએબ મલિક, પાકિસ્તાન: 124 મેચ

માર્ટિન ગુપ્ટિલ, ન્યુઝીલેન્ડ: 122 મેચ

રોહિત શર્માએ પોતાની ટી20 કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ ઇન્દોરમાં રમી હતી. 2018માં શ્રીલંકા સામેની મેચમાં રોહિતે 118 રન બનાવ્યા હતા. રોહિતે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. તે ભારતીય ઇનિંગ્સની 13મી ઓવરમાં જ આઉટ થયો હતો.


Google NewsGoogle News