Get The App

પાડોશી રાજ્યમાં વધુ એક મોટું સ્ટેડિયમ તૈયાર કરાશે, વાનખેડે કરતાં 4 ગણી વધારે ક્ષમતા હશે : ડે.સીએમ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
પાડોશી રાજ્યમાં વધુ એક મોટું સ્ટેડિયમ તૈયાર કરાશે, વાનખેડે કરતાં 4 ગણી વધારે ક્ષમતા હશે : ડે.સીએમ 1 - image


Image: Wikipedia

Mumbai New Cricket Stadium: મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ લોકોની ક્ષમતાના હિસાબે ખૂબ નાનું છે. જોકે વાનખેડે એક ઐતિહાસિક સ્ટેડિયમ છે પરંતુ હવે મુંબઈમાં નવા સ્ટેડિયમને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે. નવુ સ્ટેડિયમ વાનખેડેથી લગભગ 4 ગણું વધુ મોટું હશે એટલે કે નવા સ્ટેડિયમમાં લોકોના બેસવાની ક્ષમતા વાનખેડેથી લગભગ 4 ગણી વધુ હશે. આ નવા સ્ટેડિયમને લઈને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વાત કરી છે. 

તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસમાં 2024 ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ બાર્બાડોસથી પાછા ફર્યાં બાદ મુંબઈમાં ઓપન બસ સાથે વિક્ટ્રી પરેડ પણ કરી હતી. આ જીત અને વિક્ટ્રી પરેડ બાદ ટીમ ઈન્ડિયામાં મુંબઈથી આવતા રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેને મહારાષ્ટ્ર વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવ્યુ હતું. રોહિત શર્માએ મરાઠીમાં વિધાનસભામાં સ્પીચ પણ આપી હતી. 

હવે આ તમામ બાબતો બાદ ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે નવા સ્ટેડિયમને લઈને વાત કરી. તેમણે કહ્યું કે હવે મુંબઈને મોર્ડન સ્ટેડિયમની જરૂર છે. એક એવું સ્ટેડિયમ જ્યાં વધુ દર્શકો બેસવાની ક્ષમતા હોય.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, મુંબઈને હવે વાનખેડેથી મોટા સ્ટેડિયમની જરૂર છે. મને ખબર છે કે વાનખેડે ઐતિહાસિક સ્ટેડિયમ છે પરંતુ હવે મુંબઈને 1 લાખથી વધુ ક્ષમતા ધરાવતાં નવા સ્ટેડિયમની જરૂર છે અને અમે આગામી સમયમાં તેને બનાવવાનો પ્રયત્ન કરીશું. જોકે હજુ નવા સ્ટેડિયમને બનવાને લઈને કોઈ પણ તારીખનું એલાન કરવામાં આવ્યું નથી.

વાનખેડે સ્ટેડિયમનો ઈતિહાસ

વાનખેડે સ્ટેડિયમ 1974માં બનાવવામાં આવ્યુ હતુ. આ સ્ટેડિયમમાં લગભગ 32,000 લોકોના બેસવાની ક્ષમતા છે. આ તે ઐતિહાસિક મેદાન છે, જ્યાં એમએસ ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ 2011 વનડે વર્લ્ડ કપની ફાઈનલ જીતી હતી. ધોનીએ સિક્સર મારીને આ મેદાનથી 2011 વનડે વર્લ્ડ કપની ટ્રોફી ઉઠાવી હતી.


Google NewsGoogle News