Get The App

12 ચોગ્ગા, 9 છગ્ગા... અમદાવાદમાં આ ખેલાડીએ 35 બોલમાં ફટકારી સેન્ચુરી, યુસુફ પઠાણનો રેકૉર્ડ તોડ્યો

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
12 ચોગ્ગા, 9 છગ્ગા... અમદાવાદમાં આ ખેલાડીએ 35 બોલમાં ફટકારી સેન્ચુરી, યુસુફ પઠાણનો રેકૉર્ડ તોડ્યો 1 - image

Vijay Hazare Trophy, Anmolpreet Singh : વિજય હજારે ટ્રોફીમાં પંજાબના અનમોલપ્રીત સિંહે તોફાની સદી ફટકારીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અનમોલપ્રીત લિસ્ટ Aમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટર બની ગયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે અરુણાચલ પ્રદેશ સામેની મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. અનમોલપ્રીતે અરુણાચલ પ્રદેશના બોલરો સામે શાનદાર બેટિંગ કરી 12 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી પંજાબને 9 વિકેટે જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પહેલા કોના નામે હતો આ રેકોર્ડ

હકીકતમાં અનમોલપ્રીતે માત્ર 35 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. લિસ્ટ Aમાં આ ત્રીજી સૌથી ઝડપી સદી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર મેકગર્ક અને દક્ષિણ આફ્રિકાના એબીડી વિલિયર્સ પહેલા અને બીજા સ્થાને છે. જેકે 29 બોલમાં સદી અને એબીડીએ 31 બોલમાં સદી ફટકારી હતી. આ પહેલા કોઈ ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ યુસુફ પઠાણના નામે હતો. તેણે વર્ષ 2009-10માં વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર વિરૂદ્ધ બરોડા તરફથી રમતા 40 બોલમાં સદી ફટકારી હતી.

અનમોલપ્રીત સિંહની શાનદાર ઇનિંગ

આ મેચમાં પંજાબને 50 ઓવરમાં 165 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. જેમાં અનમોલપ્રીત સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન અનમોલપ્રીત સિંહ વિસ્ફોટક શોટ મારતા જોવા મળ્યો હતો. તેણે 35 બોલમાં પોતાની સદી પૂરી કરી દીધી હતી અને 115 રન બનાવીને અણનમ રહ્યો હતો. પંજાબે માત્ર 12.5 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.12 ચોગ્ગા, 9 છગ્ગા... અમદાવાદમાં આ ખેલાડીએ 35 બોલમાં ફટકારી સેન્ચુરી, યુસુફ પઠાણનો રેકૉર્ડ તોડ્યો 2 - image



Google NewsGoogle News