Get The App

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે લીધો સંન્યાસ, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને કહ્યું અલવિદા

Updated: Dec 16th, 2024

GS TEAM


Google News
Google News
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે ભારતીય બોલરે લીધો સંન્યાસ, 31 વર્ષની ઉંમરે ક્રિકેટને કહ્યું અલવિદા 1 - image


Ankit Rajpoot Retirement: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. આ વચ્ચે ઉત્તરપ્રદેશ માટે રમનારા 31 વર્ષના ભારતીય બોલર અંકિત રાજપૂતે ક્રિકેટથી સંન્યાસનું એલાન કર્યું છે. તેમણે 2009માં શરૂ થનારા પોતાના ક્રિકેટ કરિયરને સમાપ્ત કરી દીધું. અંકિતે પોતાના કરિયરમાં 80 ફર્સ્ટ ક્લાસ મેચ રમશે. આ સિવાય તેમણે આઈપીએલની 6 સીઝન રમી છે.

અંકિતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાના સંન્યાસનું એલાન કર્યું. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, 'આજે અપાર કૃતજ્ઞતા અને વિનમ્રતા સાથે, હું ભારતીય ક્રિકેટથી રિટાયરમેન્ટનું એલાન કરું છું. 2009 થી 2024 સુધીની સફર મારા જીવનની સૌથી શાનદાર ક્ષણ રહી. BCCI, ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોસિએશન, કાનપુર ક્રિકેટ એસોસિએશન, આઈપીએલ ફ્રેન્ચાઇજી ચેન્નઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, કિંગ્સ 11, રાજસ્થાન રોયલ્સ અને લખનઉં સુપર જાયન્ટ્સ દ્વારા આપવામાં આવેલા મોકા માટે હું આભારી છું.'


આ પણ વાંચો: વિકેટ લેતાં જ સ્ટાર્કે બતાવી જીભ, લોકોએ યશસ્વીને કહ્યું- ભાઈ, હવે માફી માંગી લે

અંકિતે પોતાના કોચ, સાથી ખેલાડીઓ, ફિઝિયો, ફેન્સ અને પરિવારના તેમના કરિયરમાં એક મહત્ત્વની ભૂમિકા નિભાવવા માટે આભાર વ્યક્ત કર્યો. જણાવી દઈએ કે, અંકિત પોતાના કરિયરમાં ટીમ ઈન્ડિયા માટે રમવાનો મોકો ક્યારેય ન મળ્યો. તેમણે ઈન્ડિયા-એ માટે ક્રિકેટ રમી, પરંતુ સીનિયર ટીમ સુધી ન પહોંચી શક્યા.

અંકિત રાજપૂતની કારકિર્દી

અંકિતે પોતાની કારકિર્દીમાં 80 ફર્સ્ટ ક્લાસ, 50 લિસ્ટ A અને 87 T20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસની 137  ઇનિંગ્સમાં તેમણે 29.25ની એવરેજથી 248 વિકેટ લીધી હતી, જેમાં 10/97ની બેસ્ટ મેચ રહી. આ સિવાય અંકિતે લિસ્ટ-Aની 49 ઇનિંગ્સમાં 26.94ની એવરેજથી 71 વિકેટ લીધી હતી. T20ની બાકીની 87 ઇનિંગ્સમાં અંકિતે 21.55ની એવરેજથી 105 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: જાતે રમવું પડશે, બાળકની જેમ ના શીખવાડી શકીએ: શ્રેયસ અય્યરની પૃથ્વી શૉને ચેતવણી

અંકિતે 2013માં તેની IPL કરિયરની શરૂઆત કરી હતી. તે 2020-21 સિઝન સુધી IPL રમ્યો હતો. આ સમયગાળા દરમિયાન અંકિત ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. અંકિતે કુલ 29 આઈપીએલ મેચ રમી છે. આ મેચોની 29 ઇનિંગ્સમાં બોલિંગ કરીને તેણે 33.91ની એવરેજથી 24 વિકેટ ઝડપી હતી.

Tags :